નવી દિલ્હી: સુપરમૉડલ બેલા હદિદ દુનિયાની સૌથી ખૂબસૂરત મહિલા છે. ગ્રીક મેથમેટિક્સ પ્રમાણે તે વિશ્વની સૌથી ખૂબસૂરત મહિલા છે જે તેના બ્યૂટી સ્ટાન્ડર્સમાં ફિટે બેસે છે. વૈજ્ઞાનિકોએ માન્યું છે કે આ પૃથ્વી પર ‘ગોલ્ડન રેશ્યો ઑફ બ્યૂટી ફી સ્ટાન્ડર્ડસ’ અનુસાર બેલા હદિદને સૌથી ખૂબસૂરત મહિલાના ખાંચામાં ફિટ માનવામાં આવ્યા છે. તેના આધારે તેઓએ વિશ્વની સૌથી ખૂબસૂરત મહિલાનો ખિતાબ વૈજ્ઞાનિકોએ આપ્યો છે.


‘ગોલ્ડન રેશ્યો ઓફ બ્યૂટી ફી સ્ટાન્ડર્ડ્સ’માં વિક્ટોરિયા સીક્રેટ મોડલ બેલા હદિદનો ચહેરો પરફેક્શનના ધોરણોની નજીક છે અને તે આધારે તેને વૈજ્ઞાનિક સૌથી સુંદર માની રહ્યાં છે.

ગોલ્ડન રેશ્યો ઓફ બ્યૂટી ફી સુંદરતાને પરિભાષિત કરે છે જે ગ્રીક ગણનાના આધારે નક્કી કરવામાં આવે છે. વૈજ્ઞાનિક ફોર્મૂલાના આધારે ગ્રીક સ્કોલર્સે સુંદરતાના સ્ટાન્ડર્ડ્સને નક્કી કર્યા અને તે પ્રમાણે કેટલાંક ગુણોત્તર નક્કી કર્યા. બેલા હદિદ તે ધોરણો આધારીત ઉતરી હતી. ગોલ્ડન રેશ્યો ધોરણો પ્રમાણે 23 વર્ષની બેલા હદીદનો ચહેરો 94.35 ટકા પરફેક્ટ છે.

ગોલ્ડન રેશ્યો ઓફ બ્યૂટી ફીના આધાર પર ધોરણો પ્રમાણે પોપ દિવા બેપોન્સે બીજા સ્થાન પર આવી છે અને તેનો ચહેરો 92.44 ટકા પરફેક્ટ છે. ત્યાં જ 91.85 ટકા પરફેક્ટ રેશ્યો પ્રમાણે એક્ટ્રેસ અમ્બર હર્ડ ત્રીજા સ્થાન પર છે. આ સિવાય એરિયાના ગ્રાન્ડે 91.81 ટકા રેશ્યોના આધાર પર સુંદરતાના આધારે ચોથા નંબરે છે.