ભારત આજે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આઝાદીનો આ ગૌરવશાળી દિવસ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ભારતના એક દિવસ પહેલા એટલે કે 14 ઓગસ્ટે પાડોશી દેશ પાકિસ્તાને તેનો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો હતો. પાકિસ્તાનીઓને અપેક્ષા હતી કે દુબઈનું બુર્જ ખલીફા પણ તેમના દેશના ધ્વજ સાથે ઝળહળતું જોવા મળશે. જ્યારે પણ કોઈ ચોક્કસ દેશનો સ્વતંત્રતા દિવસ હોય છે ત્યારે બુર્જ ખલીફાની ઈમારત તે દેશના ધ્વજથી ઝળહળી ઉઠે છે. દુબઈમાં રહેતા પાકિસ્તાની મૂળના લોકોને પણ લાગ્યું કે બુર્જ ખલીફા ઈમારત પર તેમના દેશનો ધ્વજ ઝળહળશે. જોકે, દુબઈએ આમ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.


 


 






 


આ ઘટના સાથે સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે બુર્જ ખલીફા બિલ્ડિંગ પાસે મોટી સંખ્યામાં પાકિસ્તાની મૂળના લોકો એકઠા થયા હતા. લોકો કલાકો સુધી બુર્જ ખલીફા પર પોતાનો રાષ્ટ્રધ્વજ જોવાની રાહ જોતા ઉભા રહ્યા. 12 વાગ્યાની સાથે જ લોકો વધુ ઉત્સાહિત થઈ ગયા હતા. તેમને લાગ્યું કે દુબઈની આ ઊંચી ઈમારત પર તેમના દેશનો ધ્વજ દેખાશે. પરંતુ લોકો રાહ જોતા રહ્યા અને ધ્વજ ફરકાવ્યો ન હતો. આનાથી નારાજ પાકિસ્તાનીઓએ તરત જ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા.                            


બુર્જ ખલીફા પર પાકિસ્તાનનો ધ્વજ લહેરાવ્યો નથી


વીડિયોમાં એક છોકરી પણ કહેતી જોવા મળી રહી છે, "12 વાગ્યાને એક મિનિટ થઈ ગઈ છે. દુબઈના લોકોએ કહ્યું છે કે બુર્જ ખલીફા પર પાકિસ્તાનનો ધ્વજ નહીં લહેરાવવામાં આવે. આ ઔકાત રહી ગઇ છે આપણી." આ પછી ત્યાં હાજર પાકિસ્તાનીઓએ 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. યુવતીએ આગળ કહ્યું, 'પાકિસ્તાની લોકો નારા લગાવી રહ્યા છે. પરંતુ બુર્જ ખલીફા પર પાકિસ્તાનનો ધ્વજ ફરકાવવામાં આવ્યો ન હતો. બુર્જ ખલીફા પર પાકિસ્તાનના ધ્વજની તસવીર લગાવવામાં આવી ન હતી.