Papua New Guinea Earthquake: આજે સવારે વિશ્વના ત્રણ દેશોમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેમાં પાપુઆ ન્યૂ ગીની, ચીન અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. યુએસ જિયોલોજિકલ સર્વેએ મંગળવારે (28 નવેમ્બર) આ માહિતી આપી હતી. પાપુઆ ન્યૂ ગિનીના ઉત્તરી કિનારે 6.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપ પેસિફિક ટાપુના પૂર્વ સેપિક પ્રાંતની રાજધાની વેવાક શહેરથી થોડે દૂર દરિયાકિનારે લગભગ 20 કિલોમીટર દૂર અનુભવાયો હતો.






આ સિવાય ભારતના બે પાડોશી દેશ પાકિસ્તાન અને ચીન પણ જોરદાર ભૂકંપથી હચમચી ગયા હતા. ચીનના જિજાંગમાં 5.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા, તો બીજી તરફ પાકિસ્તાનમાં લોકોએ 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. હાલમાં ત્રણેય જગ્યાએથી કોઈ જાનહાનિના સમાચાર નથી. 


ભારતના પાડોશી દેશોમાં ભૂકંપના આંચકા


પાકિસ્તાનમાં સવારે 3.38 કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. બીજી તરફ ચીન અને પાપુઆ ન્યુ ગીનીમાં અનુક્રમે સવારે 03:45 અને 03:16 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નોંધનીય છે કે તાજેતરના સમયમાં નેપાળ સહિત ભારતના પાડોશી દેશોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે.


નેપાળમાં તાજેતરમાં આવેલા ભૂકંપને કારણે લગભગ 157 લોકોના મોત થયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા. દરમિયાન, ભારત સરકારે નેપાળને ઘણી મદદ કરી અને રાહત સામગ્રી મોકલી હતી. આ સિવાય મોટી સંખ્યામાં ગંભીર રીતે ઘાયલ લોકોને ભારતમાં સારવાર આપવામાં આવી હતી.


શા માટે આવે છે ભૂકંપ?


આનો જવાબ જાણવા માટે સૌથી પહેલા તમારે પૃથ્વીની રચનાને સમજવી પડશે. આખી પૃથ્વી 12 ટેક્ટોનિક પ્લેટો પર ટકેલી છે. લાવા આ ટેકટોનિક પ્લેટો હેઠળ રહેલો છે. આ લાવા પર આ 12 પ્લેટો તરતી રહી છે. જ્યારે લાવા આ પ્લેટો સાથે અથડાય છે, ત્યારે જે ઊર્જા નીકળે છે તેને ભૂકંપ કહેવામાં આવે છે.


એ પણ સમજી શકાય છે કે, પૃથ્વીનું સૌથી બહારનું સ્તર જે 12 પ્લેટોમાં વહેંચાયેલું છે. આ પ્લેટો સતત બદલાતી રહે છે. કેટલીકવાર આ પ્લેટો સ્થળાંતર કરતી વખતે એકબીજા સાથે અથડાય છે. જેના કારણે ભૂકંપના આંચકા અનુભવાય છે. જેના કારણે જમીન પણ સરકી જાય છે.