એક રિપોર્ટ અનુસાર પોર્ન હબે જણાવ્યું છે કે તે ઈટલીમાં રહેનાર લોકો માટે 3 એપ્રિલ સુધી પ્રીમિયમ સર્વિસ ફ્રી કરી રહ્યા છે. પ્રીમિયમ વીડિયો માટે એક મહિના સુધીનો ચાર્જ 738 રૂપિયા છે. કંપનીના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. પોર્નહબે જણાવ્યું છે કે, ‘ઈટલી, અમે તમને પ્રેમ કરીએ છીએ! પોર્ન હબે નક્કી કર્યું છે કે મોડલ હબ પ્લેટફોર્મથી થયેલી કમાણીનો એક ભાગ કોરોના વાયરસથી પીડાઈ રહેલા ઈટલીની મદદ માટે જશે.
જણાવી દઈએ કે આખી ઈટલીને અત્યારે લગભગ બંધ કરી દેવામાં આવી છે અને લોકો પોતાના ઘરોમાં જ રહેવા પર મજબૂર છે. ઈટલીમાં કોરોના વાયરસથી મરનાર લોકોની સંખ્યા 1266થી વધી ગઈ છે. ફક્ત ગુરુવારથી શુક્રવારની વચ્ચે જ ઈટલીમાં લગભગ 250 લોકોના મોત થઈ ગયા છે. ચીન બાદ ઈટલી જ એવો દેશ છે જ્યાં કોરોના વાયરસથી સૌથી વધુ મોત થયા છે. ઈટલીમાં આઈસીયુમાં દાખલ દર્દીઓની સંખ્યા પણ 1300થી વધુ છે. જ્યાં જ કુલ સંક્રમિત લોકોની સંખ્યા 17,660થી વધુ છે.
જણાવીએ કે, કોરોના ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. દિલ્હી સરકારે કોરોના વાયરસના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખતા દિલ્હીમાં સ્કૂલો, કોલેજો અને સિનેમાઘરોને સાવચેતીના ભાગરૂપે 31 માર્ચ સુધી બંધ કરવાની જાહેરાત કરી છે. માત્ર એ જ સ્કૂલ અને કોલેજ ખુલ્લા રહેશે જ્યાં હાલમાં પરીક્ષાઓ ચાલી રહી છે. સરકારે સરકારી, ખાનગી કાર્યાલયો, શોપિંગ મોલ સહિત તમામ સાર્વજનિક સ્થાનો પર સંક્રમમુક્ત બનાવવાનું ફરજિયાત કરી દીધું છે.