નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના નેપાળ પ્રવાસ પર પહોંચ્યા હતા. છેલ્લા ચાર વર્ષમાં વડાપ્રધાન મોદીનો આ ચોથો નેપાળ પ્રવાસ છે. વડાપ્રધાન અહી બે ઓફ બંગાલ ઇનિશિએટિવ ફોર સેક્ટોરલ ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક કો-ઓપરેશન (BIMSTEC Summit) ના ચોથા સંમેલનમાં ભાગ લેશે. વડાપ્રધાન કાર્યક્રમની શરૂઆતમાં બિમ્સટેકના નેતા સંયુક્ત રીતે 30 ઓગસ્ટના સંમેલનના આયોજક નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીની મુલાકાત લેશે.


સંમેલન 31 ઓગસ્ટના  રોજ ખત્મ થશે. બેંગકોંકના ઘોષણા પત્રના માધ્યમથી છ જૂન 1997ના રોજ બિમ્સટેક અસ્તિત્વમાં આવ્યું હતું. જેમાં બંગાળની ખાડી ક્ષેત્રના સાત દેશો બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઇલેન્ડ સામેલ છે. આ જૂથમાં સામેલ દેશોની વસ્તી 1.5 અબજ છે જે દુનિયાની કુલ વસ્તીના 21 ટકા છે અને આ જૂથનો જીડીપી 2500 અબજ ડોલર છે. વાસ્તવમાં એક્ટ ઇસ્ટ પોલિસી અને નેબરહુડ ફર્સ્ટ પોલિસીને લઇને બિમ્સટેક ભારત માટે મહત્વપૂર્ણ છે. ગોવામાં બિસ્મટેક સંમેલનનું આયોજન થયાના બે વર્ષ બાદ કાઠમંડુમાં આયોજીત સંમેલનમાં જૂથના નેતાઓ મળશે.