PM Modi US Visit Live Updates: 'હવે ભારત તકોની રાહ જોતું નથી, તે નિર્માણ કરે છે' - ન્યૂયોર્કમાં PM મોદીએ કહ્યું

PM Modi US Visit: રવિવારે (22 સપ્ટેમ્બર) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતનો બીજો દિવસ છે. આજે PM મોદી ન્યૂયોર્કના નાસાઉ કોલિઝિયમમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે.

gujarati.abplive.com Last Updated: 22 Sep 2024 11:31 PM

બ્રેકગ્રાઉન્ડ

PM Modi US Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે શનિવારે (21 સપ્ટેમ્બર) અમેરિકા પહોંચ્યા હતા. પોતાના પ્રવાસના પહેલા દિવસે પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે મુલાકાત...More

PM Modi US Visit Live Updates: 'આ યુદ્ધનો યુગ નથી, દુનિયા તેની ગંભીરતા સમજી ગઈ છે', PM મોદીએ કહ્યું

ન્યૂયોર્કમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વ સાથે આપણી ભાગીદારી વધી રહી છે. અગાઉ ભારત સમાન અંતરની નીતિ અપનાવતું હતું. હવે ભારત સમાન નિકટતાની નીતિને અનુસરી રહ્યું છે. આપણે ગ્લોબલ સાઉથનો મજબૂત અવાજ પણ છીએ. આજે જ્યારે ભારત વૈશ્વિક મંચ પર કંઇક બોલે છે ત્યારે વિશ્વ સાંભળે છે. થોડા સમય પહેલા, જ્યારે મેં કહ્યું હતું કે આ યુદ્ધનો યુગ નથી, ત્યારે દરેક તેની ગંભીરતા સમજી ગયા હતા."