Maldives Political Crisis: માલદીવમાં રાજકીય વાવાઝોડું ઊભું થયું છે. સંસદમાં વિરોધ પક્ષોના નેતા અલી અઝીમે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને પદ પરથી હટાવવાની માંગ ઉઠાવી છે. વિપક્ષનો આરોપ છે કે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ભારત સાથેના વિવાદ દરમિયાન દેશનું સન્માન નથી બચાવ્યું અને ન તો તેમણે કટોકટીનો અસરકારક રીતે ઉકેલ લાવી દીધો.


થોડા દિવસો પહેલા માલદીવની એક મંત્રી મરિયમ શિયુનાએ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. આ પછી ભારતે નારાજગી વ્યક્ત કરી અને કડક પગલાં લીધા. જોકે માલદીવ સરકારે મંત્રીને સસ્પેન્ડ કરી દીધા હતા, પરંતુ વિપક્ષને આ પૂરતું ન લાગ્યું. અલી અઝીમે આરોપ લગાવ્યો કે રાષ્ટ્રપતિએ સમગ્ર ઘટનાને સંભાળવામાં શિથિલતા અને નબળાઈ દર્શાવી, જેનાથી ભારત સાથેના સંબંધો બગડ્યા છે.


અલી અઝીમે સંસદમાં જાહેરાત કરી છે કે વિપક્ષી પાર્ટી અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે. તેમણે દેશના અન્ય સાંસદોને રાષ્ટ્રપતિ વિરુદ્ધ એક થવા હાકલ કરી હતી. જો અવિશ્વાસ પ્રસ્તાવ સફળ થશે તો માલદીવમાં રાજકીય સત્તા પરિવર્તનની સંભાવના છે.






આ રાજકીય તોફાન માલદીવની અર્થવ્યવસ્થાને પણ અસર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે માલદીવનો પ્રવાસન ઉદ્યોગ મોટાભાગે ભારતીય પ્રવાસીઓ પર નિર્ભર છે. વિવાદ પછી, ઘણા ભારતીયોએ સોશિયલ મીડિયા પર માલદીવનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે, જેનાથી પ્રવાસન ક્ષેત્ર પર દબાણ વધી શકે છે.


અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાના વિપક્ષના પ્રયાસો સફળ થશે કે નહીં તે હજુ નક્કી નથી. હાલ માલદીવના રાજકારણમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે. તે જોવાનું રસપ્રદ રહેશે કે રાષ્ટ્રપતિ સોલિહ આ સંકટને કેવી રીતે ઉકેલે છે અને તેઓ ભારત સાથેના સંબંધો સુધારવા માટે શું પગલાં લે છે.


શ્રીલંકા અને પાકિસ્તાન પછી હવે માલદીવ બનશે ચીનનો નવો શિકાર? કારણ કે માલદીવનો ચીન પ્રત્યેનો પ્રેમ અવાર-નવાર દેખાઈ રહ્યો છે. પરંતુ આ પ્રેમ માલદીવને ગરીબીના રસ્તે છોડી દેશે. શ્રીલંકા અને પાકિસ્તાનને આર્થિક રીતે બરબાદ કરવામાં ચીનની મોટી ભૂમિકા છે. બંને દેશ 'ચાઈનીઝ ડેટ ટ્રેપ'માં ફસાઈ ગયા છે અને હવે માલદીવ પણ એ જ રસ્તે છે.