Ukraine Sacked Ambassadors: રશિયન અને યુક્રેનના યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelenskyyએ મોટો નિર્ણય લીધો છે. તેમણે જર્મની, ભારત, ચેક રિપબ્લિક, નોર્વે અને હંગેરીમાંથી યુક્રેનના રાજદૂતોને હટાવવામાં આવ્યા છે. આ કાર્યવાહી માટે આદેશમાં કોઈ કારણ આપવામાં આવ્યું નથી. યુક્રેનના રાષ્ટ્રપતિની વેબસાઈટ પર જાહેર કરાયેલા આદેશ અનુસાર તેમણે જર્મનીમાં યુક્રેનના રાજદૂત એન્ડ્રી મેલનિકને હટાવવામાં આવ્યા છે. આ આદેશ યુક્રેનના રાષ્ટ્રપતિની વેબસાઈટ પર 9 જુલાઈના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.






આ સાથે જ ઝેલેન્સકીએ હંગેરી, ચેક રિપબ્લિક, નોર્વે અને ભારતમાં યુક્રેનના રાજદૂતોને પણ હટાવ્યા છે. ઝેલેન્સકીએ તેમના રાજદ્વારીઓને યુક્રેન માટે આંતરરાષ્ટ્રીય સમર્થન અને લશ્કરી સહાય એકત્ર કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે યુક્રેન 24 ફેબ્રુઆરીથી રશિયાના આક્રમણને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે.


ઉલ્લેખનીય છે કે જર્મની સાથે યુક્રેનના સંબંધોને લઈને મામલો સંવેદનશીલ રહ્યો છે. જર્મની રશિયન ઉર્જા પુરવઠા પર ખૂબ નિર્ભર છે અને હાલમાં કેનેડામાં જર્મન નિર્મિત ટર્બાઇનની જાળવણીને લઈને બંને દેશો વચ્ચે મતભેદ છે. જર્મની ઇચ્છે છે કે કેનેડા રશિયન કુદરતી ગેસ જાયન્ટ ગેઝપ્રોમને ટર્બાઇન પરત કરે જેથી તેઓ યુરોપને ગેસ સપ્લાય કરી શકે. બીજી તરફ, યુક્રેને કેનેડાને ટર્બાઇન રાખવા વિનંતી કરતા કહ્યું છે કે તેને રશિયા મોકલવું મોસ્કો પર લાદવામાં આવેલા પ્રતિબંધોનું ઉલ્લંઘન હશે.


ઝેલેન્સકીએ જર્મનીમાં યુક્રેનના રાજદૂતને પણ હટાવ્યા


યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી દ્વારા જર્મનીમાં યુક્રેનના રાજદૂત એન્ડ્રી મેલનિકને હટાવવાને એક મોટું પગલું માનવામાં આવે છે. આન્દ્રે મેલનિકને 2014 ના અંતમાં જર્મનીમાં રાજદૂત તરીકે ઝેલેન્સકી અગાઉના રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેઓ જર્મનીમાં રાજકારણીઓ અને રાજદ્વારીઓમાં જાણીતા છે.