Queen Elizabeth Health: 96 વર્ષીય બ્રિટિશ ક્વિન એલિઝાબેથ II ને તબીબી દેખરેખ હેઠળ રહેવાની સલાહ આપવામાં આવી છે. મહત્વનું છે કે, ડોકટરોએ ક્વિન એલિઝાબેથના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે.
બકિંગહામ પેલેસે જાહેર કર્યું નિવેદનઃ
બકિંગહામ પેલેસ તરફથી 8 સપ્ટેમ્બરના રોજ જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે: "આજે સવારે વધુ મૂલ્યાંકન કર્યા પછી, ક્વિનના ડોકટરો મહારાણીના સ્વાસ્થ્ય માટે ચિંતિત છે અને તેમને તબીબી દેખરેખ હેઠળ રહેવાની ભલામણ કરી છે." જો કે, બકિંગહામ પેલેસે જણાવ્યું છે કે, "ક્વિનની તબીયત હાલ આરામદાયક છે."
ડોક્ટરોએ ક્વિનને આરામ કરવાની સલાહ આપીઃ
બકિંગહામ પેલેસના ડોકટરોએ તેમને આરામ કરવાની સલાહ આપ્યા બાદ મહારાણી એલિઝાબેથે બુધવારે વરિષ્ઠ સરકારી સલાહકારોની બેઠક મુલતવી રાખી હતી. લિઝ ટ્રુસને યુકેના નવા વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યાના એક દિવસ બાદ જ ક્વિન એલિઝાબેથના સ્વાસ્થ અંગે ડોક્ટરોએ આ માહિતી આપી છે.
PM લિઝ ટ્રસે શું કહ્યું?
બ્રિટનના નવા વડાપ્રધાન લિઝ ટ્રસે કહ્યું કે, આ સમાચારથી આખો દેશ ચિંતિત થયો છે. લિઝ ટ્રસે કહ્યું: "હું અને યુનાઇટેડ કિંગડમના લોકો આ સમયે ક્વિન અને તેમના પરિવાર સાથે છીએ."
ક્વિન બકિંગહામ પેલેસને બદલે અહીં રહે છે...
તમને જણાવી દઈએ કે, આ સમયે ક્વીન એલિઝાબેથ ક્યાંય ફરવા માટે અસમર્થ છે, તેથી તેઓ લંડનના બકિંગહામ પેલેસને બદલે સ્કોટલેન્ડના બાલમોરલ કેસલમાં જ રહે છે અને સરકારી મિટીંગો માટે પણ અહીં જ મળે છે.
આ પણ વાંચોઃ