Rahul Gandhi on PM Modi: કોંગ્રેસના સાંસદ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે તે પીએમ મોદીને પસંદ કરે છે.






રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'ભારત ભાષાઓ, પરંપરાઓ, ધર્મોનો એક સંઘ છે. જ્યારે ભારતીય લોકો તેમના ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે, ત્યારે તેઓ તેમના દેવતાની ભક્તિમાં લીન થઇ જાય છે. આ ભારતની પ્રકૃતિ છે.  ભાજપ અને આરએસએસની ગેરસમજ એ છે કે તેઓ માને છે કે ભારત અલગ વસ્તુઓનો એક સમૂહ છે. પરંતુ તમે આશ્વર્યચકિત થશો કે મને મોદીજી પસંદ છે. હું વાસ્તવમાં નરેન્દ્ર મોદીને નફરત કરતો નથી. હું તેમના દૃષ્ટિકોણ સાથે સહમત નથી પરંતુ હું તેમને ધિક્કારતો પણ નથી. ઘણા પ્રસંગોએ હું તેમની સાથે સહાનુભૂતિ રાખું છું.


આરએસએસ પર ફરી નિશાન સાધ્યું


લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે , "ચૂંટણી પહેલા અમે એ વિચારને આગળ ધપાવતા રહ્યા કે સંસ્થાઓ પર કબજો કરવામાં આવ્યો છે. RSSએ શિક્ષણ વ્યવસ્થા પર કબજો જમાવ્યો છે. મીડિયા અને તપાસ એજન્સીઓ કબજે કરી છે. અમે કહેતા રહ્યા પરંતુ લોકો સમજી શકતા નહોતા. મેં બંધારણને આગળ રાખવાની શરૂઆત કરી અને મે જે કાંઇ પણ કહ્યું હતું કે તે અચાનક ચર્ચાવા લાગ્યું. ગરીબ ભારત,  ઉત્પીડિત ભારત જેણે એ સમજી લીધું હતું કે આ બંધારણની રક્ષા કરનારા અને તેને નષ્ટ કરનારાઓ વચ્ચેની લડાઇ છે. જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો મોટો થઇ ગયો. આ બધી વસ્તુઓ એક સાથે આવવાની લાગી હતી.


તેમણે વધુમાં કહ્યું હતું કે , 'મને નથી લાગતું કે નિષ્પક્ષ ચૂંટણીમાં ભાજપ 246ની નજીક હતી. તેને મોટો આર્થિક ફાયદો થયો છે. તેઓએ અમારા બેન્ક એકાઉન્ટ સીલ કરી દીધા. ચૂંટણી પંચ તે જ કરતું હતું જે તેઓ ઇચ્છતા હતા. સમગ્ર અભિયાન એવી રીતે તૈયાર કરવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદી દેશભરમાં તેમનું કામ કરે. જે રાજ્યોમાં તેઓ નબળા હતા તેને એ રાજ્યો કરતા અલગ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા હતા જ્યાં તેઓ મજબૂત હતા. હું તેને સ્વતંત્ર ચૂંટણીના રૂપમાં જોતો નથી. હું તેને નિયંત્રિત ચૂંટણી તરીકે જોઉં છું."


‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન