Russia Ukraine War: રશિયન પોલીસે સોમવારે એક કાફેમાં વિસ્ફોટના સંબંધમાં કેફેમાં બોમ્બ પહોંચાડવાની શંકાસ્પદ મહિલાની ધરપકડ કરી હતી. આ વિસ્ફોટમાં યુક્રેનમાં રશિયાના યુદ્ધને સમર્થન આપનારા જાણીતા લશ્કરી બ્લોગરનું મૃત્યુ થયું હતું. રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે, સેન્ટ પીટર્સબર્ગમાં નેવા નદીના કિનારે એક કાફેમાં ચર્ચાનું નેતૃત્વ કરતી વખતે આ ઘટનામાં વ્લાડલેન ટાટારસ્કીનું મૃત્યુ થયું હતું.



અધિકારીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટમાં લગભગ 30 લોકો ઘાયલ થયા છે. રશિયન મીડિયાના અહેવાલો અનુસાર, બોમ્બ ટાટારસ્કીના બસ્ટની અંદર છુપાવવામાં આવ્યો હતો. વિસ્ફોટ પહેલા એક મહિલા દ્વારા આ પ્રતિમાને લશ્કરી બ્લોગરને રજૂ કરવામાં આવી હતી. રશિયાની ટોચની ગુનાહિત તપાસ એજન્સી 'રશિયાની તપાસ સમિતિ'એ અહેવાલ આપ્યો છે કે, ટાટારસ્કીની હત્યામાં સંડોવણીની શંકાના આધારે ડારિયા ટ્રાયપોવાની ધરપકડ કરવામાં આવી છે.

કોણ છે ડારિયા ટ્રાયપોવા?

છવ્વીસ વર્ષની ટ્રાયપોવા સેન્ટ પીટર્સબર્ગની રહેવાસી છે અને અગાઉ યુદ્ધ વિરોધી રેલીમાં ભાગ લેવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. એક રશિયન દેશભક્તિ જૂથ, જેણે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેણે સુરક્ષા વ્યવસ્થા કરી હતી પરંતુ તે વ્યવસ્થા "અપૂરતી" સાબિત થઈ હતી. એક વિડિયોમાં સાક્ષી એલિસા સ્મોટ્રોવા કહે છે કે, પોતાની જાતને નાસ્ત્ય તરીકે ઓળખાવનારી મહિલાએ ચર્ચા દરમિયાન તાત્સ્કીને સવાલો પૂછ્યા અને કહ્યું હતું કે, તે તેને તેની પ્રતિમા લાવી હતી પરંતુ સુરક્ષાકર્મીઓએ તેને દરવાજા પર મૂકી દીધો હતો, કારણ કે તે બોમ્બ હોઈ શકે છે.

જેને લઈને નાસ્ત્ય અને તાત્સ્કી બંને હસ્યા હતાં. બાદમાં સ્ત્રી દરવાજા પાસે ગઈ અને બસ્ટ લાવીને ટાટાસ્કીને આપી હતી. તેણે બસ્ટને નજીકના ટેબલ પર મૂક્યો અને ત્યારબાદ તે વિસ્ફોટ થયો હતો. રશિયન મીડિયાએ જણાવ્યું હતું કે, તપાસકર્તાઓનું માનવું છે કે,  બ્લાસ્ટનું કારણ બસ્ટ હતું, પરંતુ ઘટના પહેલા કેફેમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની શક્યતાને નકારી ન હતી. આ હુમલાની જવાબદારી કોઈ જૂથે લીધી નથી.

Russia : રશિયા શરૂ કરી શકે છે અનોખુ યુદ્ધ, દુનિયામાં કરોડોના મોતની આશંકા!!!

વર્તમાન સમયમાં તોપો, ટેન્ક, મિસાઈલ, ફાઈટર પ્લેન, સબમરીન, યુદ્ધ જહાજ વગેરે એ દુશ્મનને ડરાવવા અને પોતાની તાકાત બતાવવાના એકમાત્ર હથિયાર નથી રહી ગયા. અનાજ પણ એક મહાન શસ્ત્ર બની ગયું છે. આજે ભૌગોલિક રાજનીતિનું એક મોટું સાધન ખોરાક છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે મોસ્કો હવે ઘઉંનો ઉપયોગ હથિયાર તરીકે કરવા જઈ રહ્યું છે, જેની ઝાળ દુનિયા આખી દઝાડશે. રશિયા વિશ્વનો સૌથી મોટો ઘઉંની નિકાસ કરતો દેશ છે. રશિયા-યુક્રેન યુદ્ધ પહેલાથી જ વૈશ્વિક ખાદ્ય પુરવઠાને અવરોધ ઉભો કરી ચૂક્યું છે. ગત વર્ષમાં ખાદ્યપદાર્થોના ભાવમાં તીવ્ર વધારો થયો છે અને હવે રશિયા જે રીતે ઘઉંની નિકાસ પર સરકારી નિયંત્રણો વધારી રહ્યું છે તેનાથી પરિસ્થિતિ વધુ વણસી શકે છે.

રશિયા માત્ર સરકારી કંપનીઓ અથવા તેની સ્થાનિક કંપનીઓને ઘઉંની નિકાસમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે જેથી તે નિકાસનો વધુ અસરકારક રીતે હથિયાર તરીકે ઉપયોગ કરી શકે. દરમિયાન, બે મોટા આંતરરાષ્ટ્રીય વેપારીઓ રશિયામાં નિકાસ માટે ઘઉં ખરીદવાનું બંધ કરવા જઈ રહ્યા છે, ત્યાર બાદ વૈશ્વિક ખાદ્ય પુરવઠા પર રશિયાની પકડ વધુ મજબૂત બનશે.