મોસ્કોઃ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 40 દિવસથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે રશિયાએ પ્રથમ વખત સ્વીકાર્યું છે કે તેને આ યુદ્ધમાં ભારે સૈન્ય નુકસાન પહોંચ્યું છે. રશિયન સૈન્યના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે ગુરુવારે મીડિયા સાથેની વાતચીતમાં સ્વીકાર્યું હતું કે આ યુદ્ધમાં રશિયાએ નોંધપાત્ર સંખ્યામાં સૈનિકો ગુમાવ્યા છે. જો કે દરમિયાન દિમિત્રીએ મૃતક સૈનિકોનો આંકડો આપ્યો નહોતો.


દરમિયાન દિમિત્રીએ યુક્રેનના બુચામાં હત્યાકાંડની ઘટનાને નકારી કાઢી હતી.  બ્રિટનના સ્કાય ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં દિમિત્રીએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા અમારા માટે દુઃખની વાત છે. જો કે, તેમણે માર્યા ગયેલા રશિયન સૈનિકોની સંખ્યા વિશે કોઈ માહિતી આપી નથી. માર્ચની શરૂઆતમાં રશિયાએ 1,351 સૈનિકોના મોત અને કુલ 3,825 સૈનિકો ઇજાગ્રસ્ત થયાની પુષ્ટી કરી હતી.


બુચા નરસંહાર પૂર્વ આયોજિત કાવતરું


દિમિત્રીએ સ્કાય ન્યૂઝને કહ્યું કે અમે એ વાતનો ઇનકાર કરીએ છીએ કે રશિયન સૈન્યએ બુચામાં આવું કોઈ કામ કર્યું છે. તેણે વધુમાં કહ્યું કે માર્યા ગયેલા યુક્રેનિયન નાગરિકોની તસવીરો રશિયાને બદનામ કરવાનું પૂર્વ આયોજિત કાવતરું છે. અમે આ ફોટાની વિશ્વસનિયતાને નકારીએ છીએ.


યુએસએ રશિયાને યુએનમાંથી સસ્પેન્ડ કર્યું


સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ગુરુવારે રશિયાને વિશ્વની ટોચની માનવ અધિકાર સંસ્થામાંથી સસ્પેન્ડ કરી દીધું છે. યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (UNHRC)માંથી રશિયાને સસ્પેન્ડ કરવા માટે યુએસએ ઠરાવ રજૂ કર્યો હતો. 193 સભ્યોની જનરલ એસેમ્બલી (UNGA)માં ઠરાવની તરફેણમાં 93 મત પડ્યા હતા, જ્યારે ભારત સહિત 58 દેશો મતદાનથી દૂર રહ્યા હતા. 'માનવ અધિકાર પરિષદમાં રશિયન ફેડરેશનના સભ્યપદના સસ્પેન્શન રાઇટ્સ'  ટાઇટલ હેઠળના દરખાસ્તના વિરોધમાં 24 મત પડ્યા હતા. એવામાં દરખાસ્ત પાસ કરવામાં આવ્યો હતો.


 


Covid19 Restrictions : દેશના આ રાજ્યએ હટાવ્યા કોરોના નિયંત્રણ, માસ્ક પહેરવું પડશે, જાણો વિગત


IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સના ખરાબ પ્રદર્શનનું સૌથી મોટું કારણ છે ફાસ્ટ બોલિંગ, ચોંકાવનારા છે આ સીઝનના આંકડા


SURAT : 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા


IND vs PAK: ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે દ્વીપક્ષીય સીરિઝ ? દુબઈમાં થશે PCB અને BCCIના અધિકારીઓની બેઠક


રશિયન સૈનિકો દ્ધારા નાગરિકોની હત્યાનો વીડિયો વાયરલ થયો હતો


યુએસ એમ્બેસેડર લિન્ડા થોમસ ગ્રીનફિલ્ડે યુક્રેનિયન શહેર બુચામાં રશિયન સૈનિકો દ્ધારા યુક્રેન નાગરિકોની હત્યાના ફોટા અને વીડિયો સામે આવ્યા બાદ 47 સભ્યોની માનવ અધિકાર પરિષદમાંથી રશિયાને સસ્પેન્ડ કરવાની ઝુંબેશ શરૂ કરી હતી. હવે રશિયાને UNHRCમાંથી બહાર કરી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે રશિયા બીજો દેશ છે જેનું UNHRC સભ્યપદ છીનવી લેવામાં આવ્યું છે. જનરલ એસેમ્બલીએ 2011માં કાઉન્સિલમાંથી લિબિયાને સસ્પેન્ડ કરી દીધું હતું.