નવી દિલ્હીઃ રશિયા અને યૂક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધને દુનિયાભરમાં અસર ઉભી કરી દીધી છે. રશિયન સૈનિકો સતત યૂક્રેન પર પોતાના આધુનિકા હથિયારોથી હુમલો કરી રહ્યાં છે. આ હુમલાઓને રોકવા અને યુદ્ધને જલદી સમાપ્ત કરવા માટે દુનિયાભરના દેશો અને યુએન સતત પ્રયાસો કરી રહ્યું છે, રશિયા પર આર્થિક અને ડિપ્લોમેટિક પ્રતિબંધો પણ લગાવવામાં આવી રહ્યાં છે, જોકે રશિયા અટકવાનુ નામ નથી લઇ રહ્યું. ત્યારે હવે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયા વિરુદ્ધ ફરી એકવાર વૉટિંગ થયુ છે. આ વૉટિંગ યૂક્રેનના બૂચામાં થયેલા નરસંહારને લઇને કરવામાં આવ્યુ છે, આ વખતે રશિયાને યુએનએચસીમાંથી બહાર કરી દેવામાં આવ્યુ છે. 


પરંતુ આ બધાની વચ્ચે ભારત ફરી એકવાર રશિયા વિરુદ્ધ વૉટિંગ કરવાથી બચ્યુ છે, અને વૉટિંગથી દુર રહ્યું છે. ભારતનો આ વલણ અમેરિકાને પસંદ નથી આવ્યુ, અને તેને એક મોટુ નિવેદન આપ્યુ છે. એક અમેરિકન કોંગ્રેસીએ ગુરુવારે કહ્યું કે તે યૂક્રેન પર રશિયાના આક્રમણ પર સંયુક્ત રાષ્ટ્રમાં મતદાનથી દુર રહેવાના ભારતના ફેંસલાથી નારાજ છે. પેન્સિલ્વેનિયાના રિપબ્લિકન કોંગ્રેસી બ્રાયન ફિટ્સઝપેટ્રિકે સીએનએનને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, રશિયા પર પોતાના પગ ખેંચનારા દેશોને જવાબદેહ ઠેરવવા જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, રશિયાને માનવાધિકાર પરિષદમાંથી બહાર કરવાનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાસ થઇ ગયો છે. 


પેન્સિલ્વેનિયાના રિબ્લિકન કોંગ્રેસી બ્રાયન ફિટ્સઝેપેટ્રિકે ભારતના રાજદૂતની સાથે પોતાની મુલાકાત કરતા ઉલ્લેખ કરતા કહ્યું કે, કાલે જ ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધૂ સાથે સંયુક્ત રાષ્ટ્રમાં તેમની અનુપસ્થિત રહેવાના સંબંધમાં મળ્યો હતો. ભારતના આ વલણથી અમે ખુબ નિરાશ થયા છીએ. 


તેમને કહ્યું કે બીજા દેશોને જવાબદેહ ઠેરવવા જે યૂક્રેનના મામલા પર રશિયા વિરુદ્ધ પોતાના પગ ખેંચી રહ્યાં છે. પ્રતિબંધોને કડક કરી વ્લાદિમીર પુતિન અને રશિયન સરકારને આ યુદ્ધ માટે જવાબદાર ઠેરવવા જરૂરી છે.


આ પણ વાંચો......... 


Covid19 Restrictions : દેશના આ રાજ્યએ હટાવ્યા કોરોના નિયંત્રણ, માસ્ક પહેરવું પડશે, જાણો વિગત


મોંઘવારીનો માર! અમુલ બાદ આ ડેરીએ વધાર્યા છાસના ભાવ


મોંઘવારીનો મારઃ બે મહિનામાં CNG ના ભાવમાં પ્રતિ કિલો 13 રૂપિયાનો વધારો થયો, જાણો ક્યારે કેટલા ભાવ વધ્યા


રાજ્યમાં આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી, અમદાવાદમાં બે વર્ષમાં એપ્રિલમાં સૌથી વધુ ગરમી


ઉત્તર પ્રદેશમાં વૃદ્ધ મહિલાઓને યોગી સરકાર આપશે મોટી ભેટ, બસમાં કરી શકશે મફતમાં મુસાફરી