લવીવઃ નાટોના સભ્ય દેશ પોલેન્ડની બોર્ડર પાસે યુક્રેનના લવીવ શહેરના મીલીટ્રી બેઝ પર આજે રશિયાએ હુમલો કર્યો હતો. આ એક મિસાઈલ હુમલો હતો જેમાં 35 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 134 લોકો ઘાયલ થયા છે. રશિયાએ જે જગ્યાએ મિસાઈલ હુમલો કર્યો તે યુક્રેનનો મોટો મીલીટ્રી બેઝ છે અને ત્યાંથી યુક્રેનની સેનાને તમામ સુવિધાઓ પહોંચાડવામાં આવે છે. 


રશિયન વિમાનોએ 30 રોકેટ ફેંક્યાઃ


સમાચાર એજન્સી રોઈટરના અહેવાલ પ્રમાણે યુક્રેનના સ્થાનિક ગવર્નર માક્સ્યમ કોઝતસ્કીએ જણાવ્યું હતું કે રશિયાના વિમાનોએ અંદાજે 30 રોકેટ ફાયર કર્યા હતા જે યોવોરીવ ઈન્ટરનેશનલ સેન્ટર પોર પીસકિપીંગ એન્ડ સિક્યુરીટી તરફ ફાયર કરવામાં આવ્યા હતા. ગવર્નરે વધુમાં જણાવ્યું કે, આ 30 રોકેટમાંથી કેટલાક રોકેટ જમીન પર પહોંચે તે પહેલાં જ તોડી વાડવામાં આવ્યા હતા.


યુક્રેન પર રશિયા દ્વારા થયેલા આ ઘાતકી મિસાઈલ હુમલાની યુક્રેનના ડિફેન્સ મિનીસ્ટર ઓલેક્સી રેન્ઝીકોવે પણ પુષ્ટી કરી છે. તેમણે કહ્યું કે, લવીવમાં આવેલા રશિયાએ ઈન્ટરનેશનલ સેન્ટર પોર પીસકિપીંગ એન્ડ સિક્યુરીટી પર હુમલો કર્યો હતો. આ સેન્ટર પર ઘણા વિદેશી પ્રશિક્ષકો કામ કરતા હતા. હાલ આ જગ્યાએ કોઈ વ્યક્તિ ફસાયા હોય તો તેમને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. 


યુક્રેન નાટો સાથે કરતું મીલીટ્રી પ્રેક્ટીસઃ


રશિયાએ જે જગ્યાએ હુમલો કર્યો છે તે  ઈન્ટરનેશનલ સેન્ટર પોર પીસકિપીંગ એન્ડ સિક્યુરીટી ખાતે યુક્રેન નાટો સાથે ઘણી મીલીટ્રી એક્સરસાઈઝ અને ડ્રીલ્સ પણ કરે છે. રશિયાએ હુમલો કર્યો તે પહેલાં આ સેન્ટર પર ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં નાટો સાથે મળીને યુક્રેનની સેનાએ અહીં મોટી મીલીટ્રી એક્સરસાઈઝ કરી હતી. 


24 ફેબ્રુઆરીથી શરુ થયેલા યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધીમાં રશિયાના સૈનિકોએ યુક્રેન મીલીટ્રીના 3,687 સ્થળો પર હુમલા કર્યા છે.