Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 19 દિવસ થઈ ગયા છે. રશિયન સેના યુક્રેનના અલગ-અલગ શહેરોમાં સતત તબાહી મચાવી રહી છે. લાખો લોકો પોતાનું ઘર છોડીને બીજા દેશોમાં ગયા છે. જે બાળકો છે તેમના પર પણ હુમલા થઈ રહ્યા છે અને હજારો લોકો માર્યા ગયા છે, પરંતુ આ બધાની વચ્ચે યુક્રેનના સૈનિકો અને સામાન્ય લોકો પણ દુશ્મનોનો મક્કમતાથી સામનો કરી રહ્યા છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં એક વૃદ્ધ દંપતી રશિયાના સૈનિકોનો વિરોધ કરે છે અને તેમને ઘરની બહાર ફેંકી દે છે. આમાં તમે જોશો કે હથિયારોથી સજ્જ કેટલાક રશિયન સૈનિકો એક ઘરમાં પ્રવેશ કરે છે.


યુએસ એમ્બેસી દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો વીડિયો


આ વાયરલ વીડિયો કિવમાં યુએસ એમ્બેસીના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યો છે. આ વીડિયો સીસીટીવી ફૂટેજમાંથી લેવામાં આવ્યો છે. આમાં તમે જોશો કે હથિયારોથી સજ્જ કેટલાક રશિયન સૈનિકો એક ઘરમાં પ્રવેશ કરે છે. તેનો અવાજ સાંભળીને એક વૃદ્ધ દંપતી અંદરથી બહાર આવે છે. તે સૈનિકોને કંઈક કહે છે. આ પછી એક સૈનિક કંઈક કહીને તેમને ડરાવવાનો પ્રયાસ કરે છે. તે ડરાવવા માટે હવામાં ગોળીબાર પણ કરે છે, પરંતુ વૃદ્ધો પર તેની કોઈ અસર થતી નથી.






2 લાખથી વધુ વ્યૂઝ


ગોળીબાર પછી પણ વડીલો ડર્યા વગર રશિયન સૈનિકો સાથે દલીલો કરતા રહે છે. બંને પક્ષો વચ્ચે થોડો સમય દલીલો ચાલે છે, પરંતુ અંતે રશિયન સૈનિકોએ ઘર છોડીને બહાર નીકળવું પડે છે. વૃદ્ધ દંપતીનો આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. તેમની બહાદુરી સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી રહી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ


Canada: કેનેડામાં સડક દુર્ઘટનામાં 5 ભારતીય વિદ્યાર્થીના મોત, બે ઘાયલ


મહેસાણાનો આ પટેલ ન્યૂઝીલેન્ડથી બીટનું બિયારણ મંગાવી કરી રહ્યો છે ખેતી, કરશે મલબખ નફો