વોશિંગ્ટનઃ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા આઠ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઇને અમેરિકાએ મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાએ કહ્યું હતું કે જો રશિયા યુક્રેનમાંથી સૈન્ય હટાવે તો ફરી વાતચીત થઈ શકે છે. અમેરિકાના અંડર સેક્રેટરી વિક્ટોરિયાએ આ વાત કહી હતી. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પણ રશિયાને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે.


યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કહ્યું હતું કે રશિયાએ તેમના સૈન્યને અમારી જમીન પરથી હટાવી દેવી જોઇએ. જો રશિયા અમારી જમીન પરથી  જવા નથી માંગતું તો પુતિને મારી સાથે વાતચીત કરવી જોઇએ. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું હું પાડોશી છું, હું કરડતો નથી, હું સામાન્ય માણસ છું, મારી સાથે બેસો, મારી સાથે વાત કરો, તમને શેનો ડર લાગે છે?


ઝેલેન્સકીએ કહ્યું કે પુતિન સાથે સીધી વાતચીત જ યુદ્ધને રોકવાનો એકમાત્ર રસ્તો છે. ઝેલેન્સકીએ પશ્ચિમી સાથીઓ પાસેથી લશ્કરી સહાયની હાકલ કરતા કહ્યું કે જો યુક્રેનને નુકસાન થશે તો બાલ્ટિક દેશો આગામી શિકાર હોઇ શકે છે.


નોંધનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ મહાયુદ્ધમાં ફેરવાઇ ચૂક્યું છે. રશિયા હવે યુક્રેનમાં ભારે તબાહી મચાવી રહ્યું છે. યુક્રેન પણ આ યુદ્ધમાં પીછેહઠ કરી રહ્યું નથી. રશિયાના મિસાઈલ હુમલાથી યુક્રેનના શહેરો તબાહ થઇ ગયા છે. આમ છતાં યુક્રેન આત્મસમર્પણ કરવા તૈયાર નથી.


 


Tips: ડિજીટલ ડૉક્યૂમેન્ટમાં પણ આ આસાન ટ્રિકથી કરી શકો છો e-Sign, જાણો શું છે સ્ટેપ્સ...........


ખેડામાં PI-PSIની બદલી, ભાજપના ધારાસભ્યે જેની સામે આક્ષેપો કર્યા હતા તે PSIની પણ થઈ બદલી, રાજકીય દબાણની ચર્ચા


Russia Ukraine News : યુક્રેન પર હમલા વચ્ચે સ્વીડનમાં ઘુસ્યા રશિયાના યુદ્ધ વિમાન, મચી ગયો હડકંપ


Junagadh : 20 વીઘાના ઘઉંમાં ફાટી નીકળી આગ, પાક સળગીને થયો ખાખ, જુઓ વીડિયો