યુક્રેન પર હુમલા બાદ રશિયાએ ફેસબુક પર આંશિક પ્રતિબંધ લગાવી દીધો છે. ફેસબુકે ઘણા ક્રેમલિન સમર્થિત મીડિયાના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યા બાદ રશિયાએ આ પગલું ભર્યું છે. રશિયન સ્ટેટ કોમ્યુનિકેશન વોચડોગ, Roskomnadzor  શુક્રવારે જણાવ્યું હતું કે તેણે ફેસબુકને માંગ કરી કે તેઓ સમાચાર એજન્સી RIA નોવોસ્તી, સ્ટેટ ટીવી ચેનલ Zvezda અને ક્રેમલિન સમર્થક  ન્યૂઝ સાઇટ્સ Lenta.Ru અને Gazeta.Ru પર લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવે.  એજન્સીએ કહ્યું કે ફેસબુકના મીડિયા આઉટલેટ્સને પુનઃસ્થાપિત કર્યા નથી.


Roskomnadzor એ કહ્યું કે " આશિંક પ્રતિબંધ"  શુક્રવારથી પ્રભાવી રહેશે.  પરંતુ આ સ્પષ્ટ નથી થયું કે આ પગલાનો શુ મતલબ છે. પોતાના આધિકારીક નિવેદનમાં  Roskomnadzor એ "રશિયન મીડિયાને સુરક્ષિત કરવાના પગલાં" તરીકે તેની ક્રિયા જાહેર કરી. તેમાં કહેવામાં આવ્યું છે કે રશિયાના વિદેશ મંત્રાલય અને પ્રોસીક્યુટર જનરલ ઓફિસને જાણવા મળ્યું છે કે ફેસબુક મૂળભૂત માનવ અધિકારો અને સ્વતંત્રતાઓ તેમજ રશિયન નાગરિકોના અધિકારો અને સ્વતંત્રતાઓના ઉલ્લંઘનમાં સામેલ છે.


યુક્રેનમાંથી ભારતીયોને પરત લાવવા માટે વૈકલ્પિક માર્ગ અપનાવવામાં આવી રહ્યો છે


યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીયોને પરત લાવવા માટે વૈકલ્પિક માર્ગ અપનાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન, સૂત્રોએ જણાવ્યું હતું કે યુક્રેનમાં હાજર તમામ ભારતીયોને તેમના વાહનો પર ભારતીય ધ્વજ લગાવવા અને તેમની ઓળખ સુનિશ્ચિત કરવા માટે સ્થળાંતર કામગીરી માટે જતા સમયે ભારત લખવાનું કહેવામાં આવ્યું છે. ખાસ કરીને કોન્ફ્લિક્ટ ઝોન માટે આ સૂચનાઓ આપવામાં આવી છે.


શુક્રવારે વિદેશ મંત્રી એસ. જયશંકરે યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબા સાથે ફોન પર વાત કરી હતી. આ વાતચીત પછી જયશંકરે કહ્યું કે તેમણે (કુલેબા) વર્તમાન પરિસ્થિતિનું પોતાનું આંકલન શેર કર્યું, મેં ભારપૂર્વક કહ્યું કે ભારત ઉકેલ શોધવા માટે રાજદ્વારી અને વાતચીતને સમર્થન આપે છે. જયશંકરે કહ્યું કે મેં વિદ્યાર્થીઓ સહિત ભારતીયોની સ્થિતિ અંગે ચર્ચા કરી. તેના સુરક્ષિત વળતર માટે તેમના સમર્થનની પ્રશંસા કરીએ છીએ.


લગભગ 20 હજાર ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે. આમાંના ઘણા વિદ્યાર્થીઓ છે. ભારત યુક્રેનની હંગેરી, પોલેન્ડ, સ્લોવાકિયા અને રોમાનિયા સરહદો દ્વારા ભારતીયોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે કારણ કે રશિયન આક્રમણ બાદ યુક્રેનની સરકારે તેની એરસ્પેસ બંધ કરી દીધી છે.