કીવઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ અનુસાર યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે યુક્રેને રશિયાના એક હજારથી વધુ સૈનિકને ઠાર માર્યા છે. એક અહેવાલ અનુસાર રશિયાએ હવે રોમાનિયાને નિશાન બનાવ્યું છે. તેણે બ્લેક સીમાં નાટોના આ સભ્ય દેશના જહાજ પર હુમલો કર્યો છે.


રશિયા યુક્રેન સાથે વાતચીત કરવા તૈયાર થયું છે. પુતિન વાતચીત માટે એક પ્રતિનિધિમંડળ મોકલવા માટે રાજી થયા છે. બીજી તરફ યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે લડાઈમાં 1 હજારથી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે. ચીને યુક્રેન સંકટ પર રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાતચીત કરી હતી.


રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાએ મોટી જાહેરાત કરી છે. હવે રશિયાએ કહ્યુ છે કે, તે વાતચીત કરવા માટે તૈયાર છે. રશિયાના વિદેશ મંત્રી Lavrovએ નિવદેન આપ્યું છે કે, યુક્રેનનું સૈન્ય જો શસ્ત્ર હેઠા મુકી દે તો રશિયા વાતચીત માટે તૈયાર છે.


રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે, 'જો યુક્રેન લડાઈ બંધ કરે તો રશિયા વાતચીત કરવા તૈયાર છે. તે યુક્રેનની વર્તમાન સરકારથી દેશને આઝાદ કરાવવાનું ઓપરેશન પર છે. યુક્રેનને આઝાદ કરાવવું છે.


યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે રશિયાએ બ્રિટનના વિમાનો માટે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે. યુક્રેન સૈન્યએ દાવો કર્યો હતો તેઓ રાજધાની કીવની બહાર રશિયન સૈન્ય સામે લડી રહ્યા છીએ. રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે તેમણે યુક્રેનના 18 ટેન્ક નષ્ટ કર્યા છે. તે સિવાય સાત રોકેટ સિસ્ટમ ખરાબ કરી દીધી છે અને 41 મોટર વ્હીકલને નષ્ટ કર્યા છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. ભારતીય દૂતાવાસ તરફથી ભારતીયોને સુરક્ષિત અને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને ભારતીય દૂતાવાસ રોમાનિયા અને હંગરીના રસ્તે ભારતીયોને પાછા લાવવા પર સરકાર કામ કરી રહી છે.


 


અમેરિકા એક્શનમાં, યૂક્રેન-રશિયા યુદ્ધની સ્થિતિ વચ્ચે કયા દેશમાં અમેરિકાએ પોતાના 7000 વધારાના સૈનિકોને મોકલ્યા, જાણો કેમ


Trending Video: જંગ પર જતાં પહેલાં પોતાની બાળકીને મળતાં પિતા રડી પડ્યો, યુદ્ધ વચ્ચે વાયરલ થયો ભાવુક પિતાનો વીડિયો


એક્ટ્રેસનો બૉલ્ડ અંદાજ, કપડાં ઉતારીને કેમેરાની સામે આવી ગઇ આ હૉટ એક્ટ્રેસ, ટૉપલેસ તસવીર વાયરલ


ગ્રેજ્યુએટ પાસ માટે આ સરકારી બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા બહાર પડી, મળશે 78000 રૂપિયાનો પગાર