Russia-Ukraine War: યુદ્ધમાં ગમે ત્યારે થાય, તેના પરિણામો ભયાનક જ હોય છે. રશિયા-યૂક્રેન યુદ્ધમાં બંને દેશોની સેનાઓ એકબીજાને હરાવવામાં વ્યસ્ત છે, પરંતુ આ દરમિયાન માનવતા હારી રહી છે. આવી જ એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીર યૂક્રેનિયન સૈનિકની છે. આ સૈનિક રશિયાની કેદમાંથી પરત ફર્યો છે. આ સૈનિકની કેદમાં જતા પહેલા અને મુક્ત થયા બાદ બંનેની આ તસવીરો વાયરલ થઈ રહી છે. આ સૈનિકનું નામ મિખાઈલો ડિયાનોવ(Mykhailo Dianov) છે. 


 




યુક્રેનિયન સૈનિકની હાલત થઈ કફોડી


સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી યૂક્રેનિયન સૈનિક મિખાઇલો ડાયનોવની તસવીરો એ બતાવવા માટે પૂરતી છે કે તે રશિયન કેદ પહેલા કેટલો સુંદર હતો. મુક્ત થયા બાદ આ સૈનિકની ઓળખવો પણ મુશ્કેલ બની ગયો છે. મિખાઇલો એક શસક્ત યુવાન હતો જે હવે હાડપીંજરમાં જોવા મળી રહ્યો છે. શરીર પર ઘા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ આંખોનું તેજ પણ ઓછુ લાગી રહ્યું છે.


મારીયુપોલમાં અટકાયત કરવામાં આવી


રુસ-યૂક્રેન યુદ્ધ દરમિયાન, મિખાઇલો ડાયનોવને રશિયન સૈન્ય દ્વારા યૂક્રેનના દક્ષિણ-પૂર્વ શહેર મેરિયુપોલમાંથી પકડી લેવામાં આવ્યો હતો. તે એઝોવસ્ટલ સ્ટીલ વર્કસની રક્ષા કરતી વખતે પકડાયો હતો. ટેલિગ્રાફના અહેવાલ અનુસાર, મેરીયુપોલમાં એઝોવસ્ટાલ સ્ટીલ વર્ક્સના રક્ષણ માટે લડતા સમયે મિખાઇલો ડાયનોવની અટકાયત કરવામાં આવી હતી અને તેને બુધવારે મુક્ત કરવામાં આવ્યો હતો. મિખાઇલો ડાયનોવને કુખ્યાત રશિયન જેલ શિબિરોમાં ચાર મહિના સુધી ભારે ત્રાસનો સામનો કરવો પડ્યો.


ચહેરા પર ઈજાના નિશાન
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી આ યૂક્રેનિયન સૈનિકની તસવીરોમાં તે એક નબળા અને કમજોર મિખાઈલો ડાયનોવ તરીકે જોઈ શકાય છે. મિખાઇલો ડાયનોવની નવી તસવીરો ડરામણી છે. આ તસવીરમાં તેના હાથ અને ચહેરા પર ઈજાના નિશાન જોઈ શકાય છે. મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મિખાઈલો ડાયનોવને કિવ મિલિટરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ નાજુક છે.