Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનના મેરીયુપોલ શહેર પર કબજો કરવાનો દાવો કર્યો છે. આ બધાની વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મહિલાઓ અને બાળકો ભૂગર્ભ સુરંગમાં છુપાયેલા છે અને લાંબા સમયથી બહાર નથી આવ્યા. આ બાળકો અને મહિલાઓ બહાર જવા માંગે છે અને તેમનું ભોજન પણ સમાપ્ત થઈ રહ્યું છે.


શનિવારે સવારે, એઝોવ રેજિમેન્ટના પ્લાન્ટમાં છુપાયેલા યુક્રેનના નેશનલ ગાર્ડના સભ્યોએ લગભગ બે ડઝન મહિલાઓ અને બાળકોના વીડિયો ફૂટેજ બહાર પાડ્યા હતા. જેમાંથી કેટલાકે કહ્યું કે તેઓ બે મહિનાથી ભૂગર્ભ સુરંગોમાં આશરો લઈ રહ્યા છે અને લાંબા સમયથી બહાર નથી આવ્યા. આ વીડિયોમાં એક મહિલા કહેતી જોવા મળી રહી છે કે અમારું ભોજન સમાપ્ત થઈ ગયું છે અને અમે ઘરે જવા માંગીએ છીએ.


આ સિવાય વીડિયોમાં એક છોકરો પણ છે જે કહી રહ્યો છે કે તે છેલ્લા બે મહિનાથી અહીં છે અને અહીંથી જવા માંગે છે. વીડિયોમાં તે કહી રહ્યો છે કે મારે સૂર્યને જોવો છે, અહીં ખૂબ જ અંધારું છે, બહાર જેવું વાતાવરણ નથી. જ્યારે અમારા ઘરો ફરીથી બનાવવામાં આવશે, ત્યારે અમે ફરીથી શાંતિથી જીવી શકીશું. યુક્રેનને જીતવા દો, યુક્રેન આપણું પૈતૃક ઘર છે.


રેજિમેન્ટના ડેપ્યુટી કમાન્ડર સ્વિતોસ્લાવ પાલામારે જણાવ્યું કે આ વીડિયો ગુરુવારે બનાવવામાં આવ્યો હતો. તે જ દિવસે રશિયાએ બાકીના મેરીયુપોલ પર વિજય જાહેર કર્યો. યુક્રેનના અધિકારીઓના જણાવ્યા અનુસાર મેરીયુપોલમાં 10 લાખથી વધુ લોકો ફસાયેલા છે.


સૈનિકો બાળકોને મીઠાઈ વહેંચી રહ્યા છે


અજોવસ્તાલના ફૂટેજમાં સૈનિકો બાળકોને મીઠાઈ આપતા જોવા મળે છે. તેમાં એક છોકરી એવું કહેતી જોઈ શકાય છે કે તેણે અને તેના સંબંધીઓએ 27 ફેબ્રુઆરીએ ઘરની બહાર નીકળ્યા પછી ખુલ્લું આકાશ કે સૂર્ય જોયો નથી. રશિયન સૈનિકો દ્વારા લગભગ બે મહિનાની ઘેરાબંધી દરમિયાન મેરીયુપાલમાં 20,000 થી વધુ નાગરિકો માર્યા ગયા છે.