Russia War: રશિયા અને યૂક્રેન વચ્ચેનું યુદ્ધ દિવસે દિવસે ભીષણ થઇ રહ્યું છે, છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી ચાલી રહેલા રશિયા અને યૂક્રેન વચ્ચેના યુદ્ધમાં હવે રશિયામાં હુમલો થવાની ઘટના સામે આવી છે. બન્ને દેશો સતત એકબીજા પર હુમલા કરી રહ્યા છે, ત્યારે હવે ક્રેમલિન બાદ રશિયાના મૉસ્કો પર ડ્રૉન એટેક થયો છે. આ વાતને લઇને રશિયા વધુ ગુસ્સે ભરાયુ છે, આ હુમલામાં મૉસ્કોની કેટલીક ઇમારતોને નુકશાન પહોંચ્યુ છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ હુમલો કોણે કર્યો હતો.


રશિયાના મૉસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને આ અંગ જણાવ્યુ કે, મંગળવારે સવારે મૉસ્કોમાં ડ્રૉન હુમલો થયો હતો. આ હુમલામાં કેટલીય ઈમારતોને નાનુ મોટુ નુકસાન પહોંચ્યુ છે. જોકે રાહતની વાત એ છે કે આ હુમલામાં કોઈને ગંભીર ઈજા થઈ નથી. મેયરે આગળ જણાવ્યું હતું કે હુમલામાં નુકસાન પામેલી બે ઈમારતોના રહેવાસીઓને બહાર કાઢવામાં આવ્યા છે અને શહેરની તમામ ઈમરજન્સી સેવાઓ હાલમાં ઘટનાસ્થળે છે. વળી, એક રશિયન સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે શહેરના દક્ષિણમાં મૉસ્કોની એક બિલ્ડિંગમાં રહેલા કેટલાક લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.






મૉસ્કોના ગવર્નર આંદ્રે વોરોબ્યોવે પણ હુમલાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, મૉસ્કો પર અનેક ડ્રૉન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેને ઠાર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ડ્રૉન હુમલો કોણે કર્યો તે હજુ સ્પષ્ટ નથી. વળી, કેટલીક રશિયન ચેનલો અનુસાર, મૉસ્કોની બહારના વિસ્તારમાં ચારથી 10 ડ્રૉનને ઠાર કરવામાં આવ્યા છે.










-