રશિયા-યૂક્રેન યુદ્ધનો આઠમો દિવસ- આઠ દિવસોથી રશિયા અને યૂક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. યૂક્રેનમાં છેલ્લા એક અઠવાડિયેથી રશિયન સેનાના કાર્યવાહીથી તબાહી દરરોજ વધતી જ જાઇ રહી છે. યૂક્રેનના અન્ય શહેરોની જેમ ખારકીવમાં હાલત એકદમ ખરાબ છે. અહીં ઇમારતો ખંડેર બની ગઇ છે. રસ્તાઓ સુમસામ થઇ ગયા છે. હજુ પણ રશિયન બૉમ્બમારામાં યૂક્રેનની ધરતી ધ્રુજી રહી છે.
કયા કયા શહેરમાં મચાવી દીધી રશિયને સેનાએ તબાહી-
યૂક્રેનના ખારકીવ અને મારિયુપૉલ શહેરમાં રશિયાએ મોટો હુમલો કર્યો છે. સાથે જ રશિયન સેના ખેરસૉન પર પણ કબજો જમાવી ચૂકી છે, પરંતુ કીવ તરફથી વધી રહેલી રશિય સેનાના કાફલાને યૂક્રેન તરફથી રોકવાના દાવો કરવામાં આવી રહ્યો છે. યૂક્રેનના ઓખતિર્કા અને ખારકીવમાં રશિયન હુમલાના કારણે ભારે નુકશાન થયુ છે. યૂક્રેનનો દાવો છે કે ખારકીવમાં ત્રણ સ્કૂર અને એક ચર્ચ હુમલામાં તબાહ થઇ ગયુ છે. ઓખતિર્કામાં તો ડઝનેક રહેણાંક ઇમારતો રશિયન હુમલામાં તબાહ થઇ ગઇ છે.
યુદ્ધની વચ્ચે રશિયન રક્ષા મંત્રાલયના એક પ્રવક્તાએ જાણકારી આપી છે કે યૂક્રેનમાં તેના 498 સૈનિકો માર્યા ગયા છે અને 1,597 અન્ય ઘાયલ થયા છે. રશિયન રક્ષા મંત્રાલયે એ પણ બતાવ્યુ છે કે યૂક્રેનના 2,870 થી વધુ સૈનિકો માર્યા ગયા છે અને લગભગ 3,700 ઘાયલ થઇ ગયા છે. જ્યારે 572 અન્યને બંદી બનાવી લેવામાં આવ્યા છે.
લાખોની સંખ્યામાં યૂક્રેન છોડીને ભાગ્યા લોકો-
વળી, બીજીતરફ ખુદને બચાવવા માટે યૂક્રેન છોડનારાઓની સંખ્યા સતત વધી રહી છે. સંયુક્ત રાષ્ટ્રએ હવે નિવેદન આપીને કહ્યું છે કે સંઘર્ષના કારણે યૂક્રેન છોડનારાઓની સંખ્યા ફરી એકવાર વધી ગઇ છે. અત્યાર સુધી લગભગ 836000 લોકોએ દેશ છોડી દીધો છે.
ખારકીવના મુખ્ય ચોરા ‘ફ્રીડમ સ્ક્વેર’ અને અન્ય અસૈન્ય ઠેકાણો પર રશિયન સૈનિકોએ મંગળવારે હુમલો કરી દીધો છે, જેનાથી આખુ શહેર થથરી ઉઠ્યુ છે. યૂક્રેનની સેના પણ રશિયન સેનાનો જબરદસ્ત રીતે સામનો કરી રી છે. યૂક્રેને રશિયાની કેટલીય ટેન્કો અને મિલિટ્રી વિમાનોને પાડી દીધા છે હોવાનો દાવો કર્યો છે.
શું છે યુદ્ધનો પ્લાન-
એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે રશિયન ઝેલેન્સ્કીને હટાવીને વિક્ટર યાનુકોવિચને યૂક્રેનના રાષ્ટ્રપતિ બનાવવા માંગે છે. પૂર્વ રાષ્ટ્રપતિ વિક્ટર પુતિનના નજીકના મનાય છે. રશિયાના લીક સિક્રેટ દસ્તાવેજ અનુસાર, યૂક્રેન પર હુમલો કરવાનો પ્લાન 18 જાન્યુઆરીએ તૈયાર થઇ ગયો હતો અને લીલી ઝંડી મળી ગઇ હતી. આ દસ્તાવેજ યૂક્રેનના રક્ષા મંત્રાલયે જાહેર કર્યા છે.
આ પણ વાંચો.......
Health Tips: આ એક ચીજ ખાવાથી વધે છે ઈમ્યુનિટી, હાડકાં-હૃદય અને શરીર બનશે મજબૂત
Breakfast Tips: શું આપ રોજ નાસ્તામાં વ્હાઇટ બ્રેડ- બટર લો છો? તો સાવધાન, જાણી લો નુકસાન
Weight Loss Tip: રોજિંદા રસોઇમાં વપરાતા આ પાનના સેવનથી ફટાફટ ઉતરશે વજન
ગળામાં ચેઇન બાંધીને બાંધ્યા શારીરિક સંબંધ, પછી મહિલાએ પ્રેમીની કરી હત્યા
CISFમાં ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી, 12મું પાસ પણ અરજી કરી શકે છે