Russia Ukraine War LIVE: રશિયાએ યુક્રેનના ચેર્નોબિલ ન્યૂક્લિયર પ્લાન્ટ પર કર્યો કબજો

રશિયાએ ગુરૂવારે યુક્રેનમાં જંગનું એલાન કરી દીધું. રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિને યૂક્રેનની સેનાને સરન્ડર કરવા કહ્યું. તેમણે તેનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, તેનો મકસદ યુક્રેન પર કબ્જો નથી.

gujarati.abplive.com Last Updated: 24 Feb 2022 11:03 PM
રશિયા યુક્રેનની રાજધાની પર કરી શકે છે કબજો

રશિયાએ યુક્રેનના ચેર્નોબિલ ન્યૂક્લિયર પ્લાન્ટ પર કબજો કરી લીધો છે.  રશિયા યુક્રેનની રાજધાની કિવ પર કબજો કરવા માટે આગળ વધી રહી છે.

ભારતના વિદેશ મંત્રાલયે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી

ભારતના વિદેશ મંત્રાલયે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.  વિદેશ સચિવ હર્ષ શ્રુંગલાએ કહ્યું હતું કે યુક્રેનમાં ભારતીયોની સુરક્ષા પ્રાથમિકતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરશે. તેમણે કહ્યું કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયો પોલેન્ડ થઈને પરત ફરી શકશે. ભારતીય દૂતાવાસે પોલેન્ડ અને યુક્રેનની સરહદ પર કેમ્પ લગાવ્યા છે. અમે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. તેણે કહ્યું કે એક મહિના પહેલા અમે ભારતીયોની નોંધણી કરાવી હતી.


 









રશિયાનો દાવો- યુક્રેનના 70 સૈન્ય ઠેકાણાઓ કર્યા નષ્ટ

રશિયન સૈન્યએ દાવો કર્યો હતો કે યુક્રેનના 70 સૈન્ય ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર કીવ પાસે હજુ પણ લડાઇ ચાલી રહી છે. એરબેઝ પર કબજો કરવાને લઇને રશિયન સેનાની લડાઇ ચાલી રહી છે.





રશિયાના 100થી  વધુ સૈનિકો માર્યા ગયા

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની શરૂઆત થઇ ચૂકી છે. સેન્ટર ફોર ડિફેન્સ સ્ટ્રેટેજિસ્ટના મતે રશિયાના 100થી વધુ સૈનિકો માર્યા ગયા છે. તે સિવાય રશિયાના સાત વિમાન અને ત્રણ હેલિકોપ્ટર પણ તોડી પાડવામાં આવ્યા છે. જ્યારે રશિયાએ હેનિચેસ્ક અને નોવા કહોવ્કા પર કબજો કરી લીધો છે.

રશિયાએ યુક્રેેન પર 30 થી વધુ હુમલાઓ કર્યા



ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ અનુસાર યુક્રેન સૈન્યનું કહેવું છે કે રશિયાએ યુક્રેેન પર 30 થી વધુ હુમલાઓ કર્યા છે. 




Ukraine Russia War: સૈન્ય કાર્યવાહીમાં અત્યાર સુધી 40 યુક્રેનના સૈનિકો અને 10 નાગરીકોના મોત

Ukraine Russia War: પુતિને યુક્રેનમાં શરુ કરેલી સૈન્ય કાર્યવાહીમાં યુક્રેનના નાગરીકોને પોતાના જીવ બચાવવા માટે દેશ છોડી દેવા ધમકી અપાઈ હતી. આ સૈન્ય કાર્યવાહીમાં અત્યાર સુધી 40 યુક્રેનના સૈનિકો અને 10 યુક્રેનિયન નાગરીકોના મોત થયાં છે. 


 



Ukraine Russia War: ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન દેશવાસીઓને સંબોધન કરશે

Ukraine Russia War: ફ્રાંસ યુક્રેનને પોતાના તમામ પ્રકારના સમર્થનથી મજબુત કરશેઃ ફ્રાંસના વિદેશ મંત્રી


આ સાથે રશિયાએ યુક્રેન પર કરેલા હુમલા અંગે ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન દેશવાસીઓને સંબોધન કરશે





યૂક્રેનના મોટો દાવો: રશિયન 50 સૈનિકો થયા ઠાર

યૂક્રેનના મોટો દાવો


ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, યુક્રેને દાવો કર્યો છે કે તેણે 50 રશિયન સૈનિકોને માર્યા છે. આ સાથે રશિયાના 5 ફાઈટર જેટ અને 2 હેલિકોપ્ટરને પણ ઠાર કરવામાં આવ્યા છે.

Russia Ukraine Conflict: ડોનબાસમાં યૂક્રેની સેનાનું હેડક્વાર્ટર લગભગ નષ્ટ


Russia Ukraine Conflict: ડોનેટ્સ્ક નેતાએ દાવો કર્યો છે કે, ડોનબાસમાં યૂક્રેની સેનાનું હેડક્વાર્ટર લગભગ નષ્ટ થઈ ગયું છે.

Russia Ukraine Conflict: યુક્રેન મીલિટરીએ 5 રશિયન પ્લેન અને હેલિકોપ્ટર તોડી પાડ્યા છે

Russia Ukraine Conflict:  યુક્રેન મીલિટરીએ કહ્યું કે, તેમણે લુહન્સ્ક વિસ્તારમાં 5 રશિયન પ્લેન અને હેલિકોપ્ટર તોડી પાડ્યા છેઃ રોઈટર્સ


 





Russia Ukraine Live:શિયાના હુમલા બાદ તરત જ બાઇડને કરી યુક્રેનના પ્રેસિડન્ટ સાથે વાત

વ્હાઇટ હાઉસ મૂજબ બુધવારે મોડી રાત્રે રશિયાએ યૂક્રેન પર હુમલો કર્યાંના બાદ અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કી સાથે વાત કરી. તેમણે આ સંબંધમાં તરત જ સહયોગી દેશ સંગ બેઠક કરવાની વાત કરી.


રશિયનાના હુમલાની નાટો ચીફ જેન્સ સ્ટોલ્ટનબર્ગ કરી નિંદા


આ સાથે જ નાટો ચીફ જેન્સ સ્ટોલ્ટનબર્ગ રશિયાના હુમલા નિંદનીય ગણાવ્યો છે. તેણે તેને બિનજરૂરી હુમલો ગણાવ્યો. તેમણે ચેતવણી આપી હતી કે આનાથી અસંખ્ય લોકોના જીવ જોખમમાં મુકાશે. તેમણે કહ્યું, 'યુક્રેન પર રશિયાના અવિચારી અને ઉશ્કેરણી વગરના હુમલાની હું સખત નિંદા કરું છું. અમારા ઘણા પ્રયત્નો અને ચેતવણીઓ છતાં, રશિયાએ આક્રમકતાનો માર્ગ પસંદ કર્યો છે,  જે યોગ્ય નથી.

રશિયન ફાઈટર જેટને ઠાર કરવામાં આવ્યું

યુક્રેન વોર લાઈવ: રશિયન ફાઈટર જેટને ઠાર કરવામાં આવ્યું


યુક્રેને રશિયન ફાઈટર જેટને તોડી પાડ્યું હતું.

રશિયન ફાઈટર જેટને ઠાર કરવામાં આવ્યું

યુક્રેન વોર લાઈવ: રશિયન ફાઈટર જેટને ઠાર કરવામાં આવ્યું


યુક્રેને રશિયન ફાઈટર જેટને તોડી પાડ્યું હતું.

Russia Ukraine Conflict: યૂક્રેનની એરબસને નષ્ટ કર્યોના દાવો

Russia Ukraine Conflict: યૂક્રેનની એરબસને નષ્ટ કર્યોના દાવો


રિપોર્ટ અનુસાર રશિયાએ દાવો કર્યો છે કે તેણે યુક્રેનના એરબેઝ એર ડિફેન્સને નષ્ટ કરી દીધું છે.

Russia Ukraine War Live:એરપોર્ટ પર અટેકનો વીડિયો

Russia Ukraine War Live:એરપોર્ટ પર અટેકનો વીડિયો


પશ્ચિમી યુક્રેનના ઇવોના-ફ્રેકિવ્સ્કમાં એરપોર્ટ પર મિસાઇલથી હુમલોનો વીડિયો સામે આવ્યો છે.


 



બ્રેકગ્રાઉન્ડ

Russia Ukraine War LIVEરશિયાના હુમલા પર ઈંગ્લેન્ડના વડાપ્રધાન બોરિસ જોન્સને કહ્યું છે કે ઈંગ્લેન્ડ અને તેના સહયોગી દેશો આ હુમલાનો આકરો જવાબ આપશે.


 





- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.