વૉશિંગટનઃ અમેરિકાના કેટલાક વૈજ્ઞાનિકોએ ચામાચિડીયા અને કોરોના વાયરસ પર એક ખાસ સ્ટડી કરી છે, આ સ્ટડીને ‘સાયન્ટિફિક રિપોર્ટ્સ’માં પ્રકાશિત કરવામાં આવી હતી, જેમાં રિસર્ચરોએ દ્વારા કેટલાક ખુલાસો સામે આવ્યા છે.
ચામાચિડીયા અને વાયરસ પર કરવામાં આવેલી સ્ટડી અનુસાર ચામાચિડીયાના જુદાજુદા ગ્રુપોમાં વિશિષ્ટ પ્રકારના કોરોના વાયરસ હોય છે, કોરોના વાયરસ આ પ્રજાતી છે, જેમાં કૉવિડ-19 બિમારી હોય છે.
સ્ટીડમાં કહેવાયુ છે કે, લાખો વર્ષોથી ચામાચિડીયા અને કોરોનાની વિકાસ પ્રક્રિયા એકસાથે ચાલી રહી છે.
રિસર્ચ પત્રિકા ‘સાયન્ટિફિક રિપોર્ટ્સ’માં પ્રકાશિત સ્ટડી અનુસાર ચામાચિડીયા જ્યાં એક પાંદડાના પરાગણમાં મદદરૂપ થાય છે, બિમારી ફેલાવવામાં કીટકોને ખાય છે, અને ઉષ્ણ કટિબંધીય વનના ઝાડના બીજને ફેલાવે છે, વળી બીજીબાજુ પાકૃતિક રીતે કોરોના વાયરસનુ વહન થાય છે.
વાયરસની આ જુદીજુદી પ્રજાતીઓને સમજવા માટે વૈજ્ઞાનિકોએ પશ્ચિમી હિન્દ મહાસાગર અને આફ્રિકાના આજુબાજુ મળી આવતા ચામાચિડીયાની 36 પ્રજાતીઓમાં રહેનારા કોરોના વાયરસ પર તુલનાત્મક અધ્યયન કર્યુ હતુ.
શિકાગોના ફિલ્ડ સંગ્રહાલયના વૈજ્ઞાનિક સ્ટીવ ગુડમેને કહ્યું કે, અમને જાણવા મળ્ય કે ચામાચિડીયા અને કોરોના વાયરસનો વિકાસ ક્રમનો લાંબો ઇતિહાસ રહ્યો છે.
રિસર્ચ અનુસાર, જેટલા પ્રકારના કોરોના વાયરસ છે, લગભગ એટલા પ્રકારના ચામાચિડીયા છે અને તે વાયરસથી માનવને ખતરો પેદા થવા કે સંક્રમિત થવાની કોઇ માહિતી પ્રાપ્ત નથી થઇ.
ચામાચિડીયામાં રહેનારા જે કોરોના વાયરસની સ્ટડી કરવામાં આવી, તે તેનાથી જુદા છે, જેનામાં કૉવિડ-19 બિમારી હોય છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ વાયરસ પર અધ્યયન કરવાથી મહામારી ફેલાવવા વાળા વાયરસ પ્રત્ય સમજ વિકસીત કરવામાં મદદરૂપ થાય છે.
Covid-19: ચામાચિડીયા અને કોરોના વાયરસ પર થઇ ખાસ સ્ટડી, તો બહાર આવ્યુ ચોંકાવનારુ સત્ય......
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Apr 2020 10:24 AM (IST)
સ્ટીડમાં કહેવાયુ છે કે, લાખો વર્ષોથી ચામાચિડીયા અને કોરોનાની વિકાસ પ્રક્રિયા એકસાથે ચાલી રહી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -