ચીનમાં કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે વધુ બેકાબૂ બની રહી છે. લોકડાઉન અને મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ છતાં ચીનમાં કોરોનાના કેસમાં રેકોર્ડ વધારો નોંધાઈ રહ્યો છે. ચીનમાં સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર શાંઘાઈમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. શાંઘાઇમાં છેલ્લા કેટલાક દિવસોથી લગભગ 20 હજાર કેસ સતત નોંધાઇ રહ્યા છે.


બુધવારે જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, 21,784 કેસ લક્ષણો વિના નોંધાયા છે, જ્યારે એકલા શાંઘાઈમાં 19,660 કેસ નોંધાયા છે. શાંઘાઈમાં જેટલી ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોતા શાંઘાઇને ચીનનું કોરોના એપીસેન્ટર માનવામાં આવે છે. શહેરમાં કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે પરંતુ ઓમિક્રોન વેરિઅન્ટને કારણે કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે.


એક રિપોર્ટ અનુસાર,  શાંઘાઈની હોસ્પિટલોમાં એક હજારથી વધુ મિલિટરી ડોક્ટર્સ પણ તૈનાત છે. આંકડાઓ અનુસાર અત્યાર સુધી આ વ્યૂહરચના પણ જમીન પર અસરકારક સાબિત થઈ રહી નથી. શાંઘાઈમાં 1 માર્ચથી અત્યાર સુધીમાં કોરોનાના કુલ 114,000 કેસ નોંધાયા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ચીનની સરકાર દ્વારા અત્યાર સુધીમાં ત્રણ વખત શાંઘાઈમાં સામૂહિક ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.


દરમિયાન શાંઘાઈમાં કડક લોકડાઉન લાદવામાં આવ્યું છે, જેના કારણે ખાવા પીવાની ચીજવસ્તુઓની સપ્લાય પર ખરાબ અસર થઇ છે. સરકારી દાવાઓ વચ્ચે લોકોને શાકભાજી, માંસ, ચોખા જેવી ખાદ્ય ચીજવસ્તુઓ લેવા માટે ફાંફા પડી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, ચીન સરકાર જો  બાળકો કોરોના પોઝિટિવ આવે તો તેમનાં માતા-પિતાથી તેમને અલગ કરવામાં આવી રહ્યા છે. સંક્રમિત લોકોને તેમની ઈચ્છા વિરુદ્ધ ક્વોરેન્ટાઈન સેન્ટરમાં મોકલવામાં આવી રહ્યા છે.


આ પણ વાંચોઃ


 


Covid19 Restrictions : દેશના આ રાજ્યએ હટાવ્યા કોરોના નિયંત્રણ, માસ્ક પહેરવું પડશે, જાણો વિગત


IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સના ખરાબ પ્રદર્શનનું સૌથી મોટું કારણ છે ફાસ્ટ બોલિંગ, ચોંકાવનારા છે આ સીઝનના આંકડા


SURAT : 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા


IND vs PAK: ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે દ્વીપક્ષીય સીરિઝ ? દુબઈમાં થશે PCB અને BCCIના અધિકારીઓની બેઠક