વૉશિંગટનઃ દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાની રાજધાની વૉશિંગટનમાં અંધાધૂંધ ફાયરિંગ થયુ છે. આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયુ છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયાના સમાચાર છે.

સ્થાનિક મીડિયા અનુસાર વૉશિંગટન શહેરના રસ્તાં પર થયેલા ફાયરિંગ દરમિયાન કેટલાય લોકોને ગોળી વાગી હતી, જોકે, હજુ સુધી ફક્ત એકજ વ્યક્તિના મૃત્યુના સમાચાર મળ્યા છે.


નોંધનીય છે કે, થોડાક દિવસો પહેલા અમેરિકાના ટેક્સાસમાં પણ ફાયરિંગના ઘટના ઘટી હતી, તેમાં એક શખ્સે લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતુ, આમાં પાંચ લોકોના મોત થયા હતા અને 21થી વધુ લોકો ઘાયલ થયા હતા.