નવી દિલ્હીઃ દુનિયાભરમાં ફરી એકવાર કોરાનાનો નવો વેરિએન્ટ 'ઓમિક્રૉન' કેર વર્તાવી રહ્યો છે. અમેરિકા, યુરોપ, રશિયા સહિતના મોટા દેશોમાં 'ઓમિક્રૉન' વાયરસના કેસો સતત વધી રહ્યાં છે. જેને ધ્યાનમાં રાખતા દરેક દેશોએ પોતાના નાગરિકોની વિદેશી યાત્રાઓ પર રોક લગાવી દીધી છે, તે વળી ક્યાંક પાબંદીઓ લગાવવામાં આવી છે. આ બધી પાબંદીઓ ખાસ કરીને આફ્રિકન દેશોની અવરજવર પર લગાવવામાં આવી છે, આફ્રિકન દેશો પર પાબંદીઓ લાગવાને લઇને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ નારાજગી વ્યક્ત કરી છે, તેમને આ પાબંદીઓ લગાવવાનો વિરોધ કર્યો છે. 


દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ પાબંદીઓની કર્યો વિરોધ- 
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ સોમવારે કહ્યું કે, દુનિયાને વાયરસના ઓમિક્રૉન વેરિએન્ટ વિશે બતાવવા માટે દક્ષિણ આફ્રિકા તથા અન્ય આફ્રિકન દેશો પર યાત્રા પ્રતિબંધ લગાવવો પાખંડપૂર્ણ, કઠોર અને ગેરકાયદે છે. શાંતિ અને સુરક્ષા માટે દકાર આંતરરાષ્ટ્રીય મંચને સંબોધિત કરતા સિરિલ રામાફોસાએ કહ્યું કે, આ પ્રતિબંધોના માધ્યમથી તે લોકો અને સરકારોને સજા આપવામાં આવી રહી છે, જેમને વિશ્વને કોરોના વાયરસના નવા સ્વરૂપ વિશે બતાવ્યુ. 


અમેરિકા બાદ આ સમુદ્ધ દેશમાં ઘરે ઘરે ફેલાવવા લાગ્યો ‘ઓમિક્રૉન’, ખુદ કૉમ્યુનિટી સ્પ્રેડની કરી પુષ્ટી


Covid-19 New Variant: કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રૉનના કારણે આખી દુનિયામાં ફરી એકવાર ભય ફેલાયો છે. આના કારણે કેટલાય દેશોમાં પાબંદીઓ લગાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકામાં ફેલાઇ રહેલા આ ઘાતક વાયરસની ઝપેટમાં અમેરિકા અમેરિકા બાદ હવે બ્રિટન પણ આવી ગયુ છે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવેદે સોમવારે સંસદમાં કહ્યું કે કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રૉનનો દેશના વિસ્તારોમાં સામુદાયિક સ્તર પર પ્રસાર શરૂ થઇ ગયો છે. 


જાવેદે હાઉસ ઓફ કૉમન્સમાં કહ્યું કે, તાજા આંકડો અનુસાર, અત્યાર સુધી વાયરસના આ વેરિએન્ટથી કુલ 336 કેસો સામે આવી ચૂક્યા છે. તેમને કહ્યું આમાંથી સ્કૉટલેન્ડમાં 71 અને વેલ્સમાં ચાર કેસો સામે આવ્યા છે. તેમને કહ્યું કે, આમાં એવા કેસો પણ છે જેનો આંતરરાષ્ટ્રીય યાત્રા સાથે કોઇ સંબંધ નથી. એટલા માટે અમે એ નિષ્કર્ષ તારવી શકીએ છીએ કે હવે બ્રિટનમાં કેટલાય વિસ્તારોમાં સામુદાયિક સ્તર પર આનો પ્રસાર થઇ ગયો છે. 


 


આ પણ વાંચો...... 


કેટરીના-વિક્કીના લગ્નમાં કયા સુપરસ્ટારે પોતાના પર્સનલ બૉડીગાર્ડને સુરક્ષા માટે ફટાફટ મોકલી દીધો, એક્ટ્રેસ સાથે સુપરસ્ટારનો શું છે સંબંધ, જાણો વિગતે


Gujarat Omicron : ઓમિક્રોનની ગુજરાતમાં એન્ટ્રીથી વાલીઓમાં ફફડાટ, ઓફલાઇન ભણતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો


આ સોફ્ટવેર કંપની આપશે 12 હજાર નોકરી, જાણો ક્યાં કરવાની છે ભરતી


ઓમિક્રૉનનો મોટો ખતરોઃ વિદેશથી આવેલા 100થી વધુ લોકો મહારાષ્ટ્રમાંથી થયા ગાયબ, ફોન પણ કરી દીધા બંધ


Work From Home હેઠળ ઘરેથી કામ કરનારા કર્મચારીઓના હિતોની રક્ષા માટે ભારત સરકાર બનાવશે કાયદો