નવી દિલ્હીઃ અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે હવે ચીન અને ઇન્ડોનેશિયા વચ્ચે તણાવની ઘટના સામે આવી છે. આ દરમિયાન ઇન્ડોનેશિયાએ નતૂના દ્ધિપસમૂહ પર પોતાના અનેક જંગી જહાજો તૈનાત અને ફાઇટર પ્લેન તૈનાત કર્યા છે.
રોઇટર્સના રિપોર્ટ અનુસાર, દક્ષિણ ચીન સાગરના એક દ્ધિપ પર પોતાનો અધિકાર જમાવવા માટે નતૂના દ્ધિપસમૂહ પર અનેક યુદ્ધજહાજો અને ફાઇટર પ્લેન્સ તૈનાત કરી દીધા છે. એટલું જ નહી ત્યાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો પણ પહોંચી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ પહોંચ્યા તે અગાઉ ઇન્ડોશિયાની આર્મીએ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. વિડોડોએ કહ્યું કે, આ દ્ધિપ પર ફક્ત ઇન્ડોનેશિયાનો અધિકાર છે. જ્યારે ક્ષેત્રમાં ચીનના ઇન્ડોનેશિયા સિવાય વિયેતનામ, ફિલિપિન્સ અમે મલેશિયા સાથે પણ વિવાદ ચાલી રહ્યો છે.
વાસ્તવમાં તાજેતરમાં આ વિવાદિત ક્ષેત્ર પાસેથી ચીનના અનેક જહાજ પસાર થયા હતા. ત્યારબાદ ઇન્ડોનેશિયાએ ચીનના રાજદૂતને બોલાવ્યા હતા અને ફરિયાદ કરી હતી. બીજી તરફ ચીન સાગર ક્ષેત્ર પર પોતાનો અધિકાર જમાવે છે.