નવી દિલ્હીઃ પ્રથમવાર સામાન્ય નાગરિકોને લઇને એક અંતરિક્ષ યાન પૃથ્વીની કક્ષામાં લોન્ચ થશે. ફક્ત પાંચ મહિનાની ટ્રેનિગ બાદ ચાર સામાન્ય લોકો સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન કૈપ્સુલ પર સવાર થઇને ફાલ્કન 9 રોકેટથી બુધવારે અંતરિક્ષમાં રવાના થશે. આ મિશનની સૌથી ખાસ વાત એ છે કે આ ચાલક દળમાં કોઇ પણ પ્રોફેશનલ અંતરિક્ષયાત્રી નથી. ટેસ્લાના માલિક એલન મસ્કની કંપની સ્પેસ એક્સ જે સ્પેસશિપમાં નાગરિકોને લઇને જશે તેમાં અનેક સારી ખાસિયતો હશે.
આ મિશન નાસાના લોન્ચ સેન્ટર પરથી લોન્ચ કરાશે. પરંતુ તેનો પૂર્ણ સંબંધ નાસાના બદલે સ્પેસએક્સ સાથે છે. કંપનીની આ પ્રથમ પૂર્ણ રીતે પ્રાઇવેટ માનવ અંતરિક્ષ ઉડાણ છે. અબજપતિ ગ્રાહક જેરેડ ઇસાકમેને સીધી રોકેટ કંપની પાસેથી ક્રૂ ડ્રેગન કૈપ્સૂલ ભાડે લીધું છે. ઇસાકમેને એ ખુલાસો કર્યો નથી કે તેમને આ માટે કેટલા રૂપિયાની ચૂકવણી કરી છે પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તેમાં કુલ ખર્ચ 200 મિલિયન ડોલરથી ઓછો આવશે.
સ્પેસએક્સના માલિક એલન મસ્કે કહ્યું કે જ્યાં સુધી આ સુરક્ષિત છે જેરેડ જે ઇચ્છે તે કરી શકે છે. ફેબ્યુઆરીમાં તેમણે આ મિશનની જાહેરાત કરી છે. ઇસાકમેને ત્રણ દિવસ સુધી ઉડાણ ભરવા અને જમીનથી 355 માઇલ ઉપર જવાનો નિર્ણય લીધો છે. 2009 બાદ કોઇ પણ માણસે આટલા અંતર સુધી સ્પેસની યાત્રા કરી નથી અંતરિક્ષ ચાન પૃથ્વીની પરિક્રમા કરશે પરંતુ અંતરિક્ષ સ્ટેશન પર ડૉક નહી કરે.
આ ગ્રુપ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી વધુ ઉંચાઇ સુધી જશે અને ત્રણ દિવસ સુધી વ્યૂનો નજારો લેશે. આ દરમિયાન કેટલાક સાયન્સ એક્સપરિમેન્ટ કરવામાં આવશે. ઇસાકમેન સિવાય ફિઝિશિયન આસિસ્ટન્ટ હેલી આર્સેર્ના, એરફોર્સ એન્જિનિયર ક્રિસ સેંબ્રોસ્કી અને વૈજ્ઞાનિક ડો. સાયન પ્રોક્ટર પણ જશે. રિપોર્ટ અનુસાર આ સ્પેસશિપમાં બાથરૂમ જ્યાં હશે તેના પર કાચના ગુંબજ જેવું હશે જેને Cupola નામ આપવામાં આવ્યું છે.