સેક્સ ભૂખ્યો હતો આ દેશનો રાજા ! 5000 મહિલાઓ સાથે સંબંધ બાંધ્યા બાદ ખુદની જ ગુપ્તચર એજન્સીએ છોકરીઓના હોર્મોન્સનું ઇન્જેક્શન આપ્યું

આ પહેલીવાર નથી જ્યારે સ્પેનના પૂર્વ રાજા જુઆન કાર્લોસ પર સેક્સ એડિક્ટ હોવાનો આરોપ લાગ્યો હોય.

Continues below advertisement

મેડ્રિડ: ભૂતપૂર્વ સ્પેનિશ રાજા જુઆન કાર્લોસને તેમના જ દેશની ગુપ્તચર એજન્સી દ્વારા છોકરીઓના હોર્મોન્સનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. દાવો કરવામાં આવે છે કે જુઆન કાર્લોસ સેક્સનો ખૂબ શોખીન હતો અને પાંચ હજારથી વધુ મહિલાઓ સાથે તેના સંબંધો હતા. આવી સ્થિતિમાં, એક દેશના રાજાએ આટલી મોટી સંખ્યામાં મહિલાઓ સાથે સેક્સ માણવાના કારણે દેશ જોખમમાં આવી શકે છે. આ જ કારણ છે કે ગુપ્તચર એજન્સીએ સ્ત્રી હોર્મોનનું ઇન્જેક્શન આપીને રાજા જુઆન કાર્લોસને દેશમાંથી બીજા દેશમાં મોકલી દીધા હતા. આ દાવો સ્પેનના ભૂતપૂર્વ પોલીસ વડાએ સંસદીય સુનાવણી દરમિયાન કર્યો છે.

Continues below advertisement

પૂર્વ પોલીસ વડાએ લગાવ્યો સનસનીખેજ આક્ષેપ

ધ ટાઈમ્સ અનુસાર, આ સનસનાટીભર્યા આરોપ લગાવનાર ભૂતપૂર્વ પોલીસ વડા જોસ મેન્યુઅલ વિલારેજો પણ બ્લેકમેલ અને ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા છે. જોસ મેન્યુઅલ વિલેરેજોએ સંસદીય સુનાવણીમાં જણાવ્યું હતું કે સ્પેનની ગુપ્તચર એજન્સી, નેશનલ ઇન્ટેલિજન્સ સેન્ટર (સીએનઆઇ) એ કિંગ જુઆન કાર્લોસની કામવાસનાને નિયંત્રિત કરવા માટે સ્ત્રી હોર્મોન્સ અને ટેસ્ટોસ્ટેરોન બ્લોકર્સને ઇન્જેક્ટ કર્યા હતા. રાજાનું સેક્સ વ્યસન તે સમયે દેશની સૌથી મોટી સમસ્યા માનવામાં આવતી હતી.

રાજાને ઇન્જેક્શન આપવા પાછળ ગુપ્તચર એજન્સીનો હાથ હતો

વિલારેજોએ દાવો કર્યો હતો કે આ ઓપરેશન ફેલિક્સ સેંઝ રોલ્ડનના મગજની ઉપજ હતી, જે શાનલ ઇન્ટેલિજન્સ સેન્ટરના તત્કાલીન વડા અને ભૂતપૂર્વ સમ્રાટના નજીકના સાથી હતા. તેમના કહેવા પર, રાજા જુઆન કાર્લોસને મહિલાઓના હોર્મોન્સનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. જોકે, ગુપ્તચર એજન્સીના વડા રોલ્ડને આ આરોપને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. તેણે કહ્યું કે તેને ત્યારે જ ખબર પડી જ્યારે રાજા જુઆન કાર્લોસની ભૂતપૂર્વ પત્ની કોરિન્ના ઝુ સાયન-વિટ્જેનસ્ટેઈને તેને જણાવ્યું હતું.

સ્પેનના રાજા હાલ અબુધાબીમાં છે

જોસ મેન્યુઅલ વિલારેજોએ એમ પણ કહ્યું કે ભૂતપૂર્વ રાજા હાલમાં અબુ ધાબીની એક લક્ઝરી હોટલમાં રોકાયા છે. એવો દાવો કરવામાં આવે છે કે ડેનિશ-જર્મન ચેરિટી ચલાવતી મહિલા કોરિના લાર્સન, સ્પેનિશ ગાયિકા સારાહ મોન્ટીલ, બેલ્જિયમના ગવર્નર લિલિયન સરતો અને ઇટાલિયન રાજકુમારી મારિયા ગેબ્રિએલા ડી સબોયાનું રાજા જુઆન કાર્લોસ સાથે અફેર હતું.

પહેલા પણ રાજાને રાજાને સેક્સ એડિક્ટ કહેવામાં આવ્યા હતા

આ પહેલીવાર નથી જ્યારે સ્પેનના પૂર્વ રાજા જુઆન કાર્લોસ પર સેક્સ એડિક્ટ હોવાનો આરોપ લાગ્યો હોય. અગાઉ સ્પેનિશ લેખક અને લશ્કરી ઇતિહાસકાર અમાડેઓ માર્ટિનેઝ ઇન્જેલ્સે 'જુઆન કાર્લોસ: ધ કિંગ ઓફ 5,000 લવર્સ' નામનું પુસ્તક લખીને આવા જ આક્ષેપો કર્યા હતા. તેણે પોતાના પુસ્તકમાં સ્પેનના આ પૂર્વ રાજાને સેક્સ એડિક્ટ તરીકે દર્શાવ્યો છે.

સ્પેનના રાજાએ હજારો મહિલાઓ સાથે સેક્સ માણ્યું હતું

પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે માત્ર છ મહિનાના ગાળામાં કિંગ જુઆન કાર્લોસે 62 મહિલાઓ સાથે સંબંધ બાંધ્યા હતા. આટલું જ નહીં, 1976થી 1994 વચ્ચે રાજા 2,154 મહિલાઓ સાથે સૂતા હતા. સ્પેનિશ શાહી પરિવારના નિષ્ણાત પિલર આયરે માર્ટિનેઝ ઇંગલ્સના દાવાની પુષ્ટિ કરી છે કે ભૂતપૂર્વ રાજાએ પ્રિન્સેસ ડાયનાને પણ વળગી હતી. જોકે ડાયનાએ પોતે જ નકારી કાઢ્યું હતું કે તેનું જુઆન કાર્લોસ સાથે અફેર હતું.

Continues below advertisement
Sponsored Links by Taboola