Sri Lanka Crisis: ભારતે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને તેમના ભાઈ બાસિલ રાજપક્ષેને દેશમાંથી ભાગી છૂટવામાં મદદ કરી હોવાના કરવામાં આવી રહેલા દાવાને કોલંબોમાં ભારતીય હાઈ કમિશને ફગાવી દીધા છે . હાઈ કમિશને કહ્યું કે ભારત શ્રીલંકાના લોકોને સમર્થન આપવાનું ચાલુ રાખશે. રાષ્ટ્રપતિ રાજપક્ષે શ્રીલંકાથી ભાગીને માલદીવ પહોંચી ગયા છે. શ્રીલંકાના વડા પ્રધાન કાર્યાલયે પણ પુષ્ટિ કરી છે કે રાષ્ટ્રપતિએ દેશ છોડી દીધો છે.
ભારતીય હાઈ કમિશને બુધવારે ટ્વીટ કર્યું, "હાઈ કમિશન સ્પષ્ટપણે પાયાવિહોણા અને કાલ્પનિક મીડિયા અહેવાલોને નકારી કાઢે છે કે ભારતે તાજેતરમાં ગોટાબાયા રાજપક્ષે અને બાસિલ રાજપક્ષેની શ્રીલંકાથી મુસાફરીની સુવિધા આપી હતી. ફરીથી જણાવવામાં આવે છે કે ભારત શ્રીલંકાના લોકોને સમર્થન આપવાનું ચાલુ રાખશે. કારણ કે તેઓ લોકશાહી માધ્યમો અને મૂલ્યો, સ્થાપિત લોકશાહી સંસ્થાઓ અને બંધારણીય માળખા દ્વારા સમૃદ્ધિ અને પ્રગતિ માટેની તેમની આકાંક્ષાઓને સાકાર કરવા માંગે છે.
રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે બુધવારે વહેલી સવારે દેશ છોડીને ભાગી ગયા હતા. સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસે એક ઈમિગ્રેશન અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ, તેમની પત્ની અને બે સુરક્ષા કર્મચારીઓ શ્રીલંકાના વાયુસેનાના વિમાનમાં સવાર થઈને માલદીવની રાજધાની માલે જવા રવાના થયા હતા.
આ પણ વાંચોઃ
Guru Purnima 2022: ગુરુ માત્ર બે અક્ષરનો શબ્દ સમૂહ નથીઃ પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી