MEA Reaction On Reuters Report: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત પર મોટા આરોપો લાગ્યા છે. જેના પર ભારતીય વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે. વાસ્તવમાં ન્યૂઝ એજન્સી રોયટર્સે તાજેતરમાં જ એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે ભારતીય દારૂગોળો યુક્રેન મોકલવામાં આવી રહ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે (19 સપ્ટેમ્બર) રોઇટર્સના આ અહેવાલને ફગાવી દીધો હતો.






વિદેશ મંત્રાલયે યુક્રેનમાં હથિયારો મોકલવાના રિપોર્ટને કાલ્પનિક અને ભ્રામક ગણાવ્યો છે.  મંત્રાલયે કહ્યું હતું કે આ તમામ આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે કારણ કે ભારતે કોઈ નિયમ તોડ્યો નથી. MEAએ કહ્યું કે અમે રોયટર્સનો રિપોર્ટ જોયો છે, તે સંપૂર્ણપણે અટકળો પર આધારિત છે અને તેમાં કોઈ સત્ય નથી.


'આરોપો ખોટા છે'


ભારતે રોયટર્સના અહેવાલને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે  'ભારત તેની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓને સંપૂર્ણ નિષ્પક્ષતાથી નિભાવે છે. ભારત પાસે નિકાસ માટે મજબૂત કાનૂની અને નિયમનકારી માળખું પણ છે. સંરક્ષણ સામગ્રીની નિકાસમાં ભારતનો રેકોર્ડ બેદાગ છે. તમામ માપદંડો હેઠળ ઉપયોગકર્તાની જવાબદારીઓ અને પ્રમાણપત્રોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. રોયટર્સના અહેવાલમાં ભારતની છબી ખોટી રીતે દર્શાવવામાં આવી છે.


'તમામ પ્રવૃત્તિઓ કાયદેસર છે'


વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે , 'સંરક્ષણ નિકાસ માટેનું નિયમનકારી માળખું હંમેશા સુનિશ્ચિત કરે છે કે તમામ આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને કરારનું સંપૂર્ણ પાલન કરવામાં આવે. આ અંતર્ગત કોઈપણ પ્રકારની ભૂલને અવકાશ નથી. ભારતની તમામ પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે કાયદા હેઠળ છે અને તેમાં ક્યારેય કોઈ અનિયમિતતા જોવા મળી નથી.


શું છે રોયટર્સનો રિપોર્ટ?


રોયટર્સના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે નિર્માતાઓ મારફતે વેચવામાં આવેલા ભારતીય હથિયાર યુરોપ થઈને યુક્રેન પહોંચ્યા છે. રશિયાએ આ મામલામાં હસ્તક્ષેપ કર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો પરંતુ તેમ છતાં ભારત દ્વારા આ ખરીદ-વેચાણ રોકવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે છેલ્લા એક વર્ષથી હથિયારોની નિકાસ કરવામાં આવી રહી છે.                                     


Israel: મોસાદથી પણ ખતરનાક છે ઇઝરાયલની યુનિટ 8200, જેણે લેબનાનમાં આતંકીઓની ઉંઘ કરી હરામ