આજકાલ પ્રેમ અને રિલેશનશિપમાં ઉંમર બાધ જોવાતી નથી. ખાસ કરીને વિદેશોમાં જોઈએ તો બોયફ્રેન્ડ કરતાં ઘણી નાની હોય છે. આવો જ એક કિસ્સો સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યો છે. એક 44 વર્ષીય મહિલાએ તેના બોયફ્રેન્ડને ફિક્સ પગાર પણ આપે છે. આ મહિલાનો બોયફ્રેન્ડ ઉંમરમાં તેનાથી 15 વર્ષ નાનો છે અને ખુદ મહિલાએ સોશિયલ મીડિયા પર આ અંગેની જાહેરાત કરી છે.


શું છે મહિલાનું નામ


આ મહિલાનું નામ જૂલી છે. તેણે TikTok એકાઉન્ટ @julie.withthebooty પર બોયફ્રેન્ડ અંગે અનેક વાતો શેર કરી છે. જૂલીની ઉંમર 44 વર્ષ છે અને તેના બોયફ્રેન્ડની ઉંમર 29 વર્ષની છે. તેણે કહ્યું કે હું મારા બોયફ્રેન્ડ પાસે બધું જ કરાવી શકું તે માટે તેના પર સારા પૈસા ખર્ચ કરું છું.


જૂલી તેના બોયફ્રેન્ડ પાસે રસોઈથી માંડી પૂલની સફાઈ સુધીના તમામ કામ કરાવે છે. તેણે ટિકટોક વીડિયોમાં જણાવ્યું કે, મારા બોયફ્રેન્ડને જે ચીજ જોઈએ તે હું લાવીને આપું છું. એક મહિનામાં તેના પર 15 લાખ ખર્ચ કરી ચુકી છે.




બોયફ્રેન્ડને દર મહિને સેલરી


ધ સન યુકેના રિપોર્ટ મુજબ, જ્યારે લોકોએ મહિલાને પૂછ્યું કે તું બોયફ્રેન્ડ પર કેટલો ખર્ચ કરે છે? જેના જવાબમાં મસ્તીભર્યા અંદાજમાં તેણે કહ્યું કે એક મહિનામાં આશરે 11 લાખ. પરંતુ તેમ છતાં હું બે મહિના પહેલા પૂલની સફાઈ કરાવવાનું ભૂલી ગઈ હતી. જૂલીના કહેવા મુજબ સેલરીના બદલામાં હું મારા બોયફ્રેન્ડ પાસે મારી જે ઈચ્છા હોય તે તમામ કામ કરાવું છું, પછી તે ઘરની સફાઈ હોય કે અન્ય બીજા કામ.




મારા બોયફ્રેન્ડને ડર હોવો જોઈએ કે હું તેને.......


બંનેની રિલેશનશિપમાં રહેલા ઉંમરના અંતરન લઈ લોકો મહિલાને મેણા ટોણા પણ મારે છે. પરંતુ તેમ છતાં બિલકુલ ચિંતા કરતી નથી. ઉંમરનો ગેપ જોઈ લોક મહિલાને કહે છે કે, જલદી તેનો બોયફ્રેન્ડ તેને છોડીને અન્ય યુવતી પાસે જતો રહેશે. જેના પર જૂલીએ કહ્યું, આ વાતનો ડર મારા બોયફ્રેન્ડને હોવો જોઈએ કે હું તેને ન છોડી દઉ. રિપોર્ટ મુજબ જૂલી ઘણી ધનાઢ્ય મહિલા છે. તેની પાસે બંગલા, કાર અને તગડું બેંક બેલેન્સ છે.


આ પણ વાંચોઃ ઘોર કળિયુગઃ બરેલીમાં સગા પુત્રએ માતાના મોઢામાં કપડું ભરાવીને..........