Train Runs Through Apartments: થાઈલેન્ડમાં એક અનોખો રેલ માર્ગ છે, જ્યાં રેલ્વે ટ્રેકની ઉપર એક શાક માર્કેટ છે. સ્લોવાકિયામાં એક જગ્યાએ, ટ્રોન ફૂટબોલ સ્ટેડિયમમાંથી પસાર થાય છે. હવે વધુ એક વિચિત્ર ટ્રેન રૂટનો વીડિયો સામે આવ્યો છે. આ ટ્રેનનો વીડિયો જોયા પછી તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો અને એક ક્ષણ માટે પણ તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય.


સોશિયલ મીડિયા પર સામે આવેલો આ વીડિયો ચીનનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રહેણાંક એપાર્ટમેન્ટની અંદરથી એક ટ્રેન પસાર થઈ રહી છે. હા, આ ચોક્કસપણે થોડું વિચિત્ર છે, પરંતુ આ સત્ય છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે, રેસિડેન્શિયલ બિલ્ડિંગની અંદરથી ટ્રેન પસાર થઈ રહી છે.


એપાર્ટમેન્ટને પાર કરતી ટ્રેનઃ


વાયરલ વીડિયો જોયા બાદ ઈન્ટરનેટના લોકો દંગ રહી ગયા છે. લોકોને આશ્ચર્ય થાય છે કે અહીં રેલવેનો ટ્રેક કેવી રીતે બનાવવામાં આવ્યો હશે? ખરેખર આ એન્જિનિયરોનું પરાક્રમ પ્રસંશાને પાત્ર છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બિલ્ડિંગનો ઉપયોગ ટનલ તરીકે કરવામાં આવ્યો છે. ટ્રેન ખૂબ જ આરામથી ઈમારતને પાર કરી રહી છે.






વીડિયો જોઈને ચોંક્યા યુઝર્સઃ


આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર HOW_THINGS_WORK નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે - 'ચીનમાં રહેણાંક એપાર્ટમેન્ટની અંદરથી પસાર થતી ટ્રેન.' આ વીડિયોને અત્યાર સુધીમાં 1.4 મિલિયન વખત જોવામાં આવ્યો છે. આ સાથે 19 હજારથી વધુ યુઝર્સે વીડિયોને લાઈક પણ કર્યો છે.


આ પણ વાંચોઃ


Sanjay Raut: જાણો જેલમાં કેવી રીતે સમય પસાર કરી રહ્યાં છે સંજય રાઉત, કઈ કઈ સુવિધાઓ મળી છે?


India-China: 'અમે ચીનને ભારતીય ક્ષેત્રમાં ઘૂસવા દીધુ નથી', સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું મોટુ નિવેદન


Independence Day 2022: ઈન્દિરા ગાંધીથી લઈ મોદી સરકાર સુધી, આ 5 શ્રેષ્ઠ યોજનાનો દરેક વર્ગને મળ્યો ફાયદો


Independence Day 2022: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, જેણે બંધારણના મૂળભૂત માળખાનો સિદ્ધાંત આપ્યો