ન્યૂયોર્કઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના એક ઇન્ટરવ્યૂ દરમિયાન વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ મિક મુલવાને ઉધરસ આવવાના કારણે ઓવલ ઓફિસમાંથી બહાર જવાનો આદેશ આપ્યો હતો. વાસ્તવમાં ટ્રમ્પ એબીસી ન્યૂઝ ચેનલને એક ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા. આ સમયે રૂમમાં હાજર મિક મુલવાને ઉધરસ આવવા લાગી હતી એટલું જ નહી તેઓ કેમેરામાં પણ આવી રહ્યા નહોતા.  જેના પર ટ્રમ્પે શરૂઆતમા આ વાતને નજરઅંદાજ કરી હતી પરંતુ  બાદમાં ફરીવાર ઉધરસ આવતા ટ્રમ્પે તેમને રૂમની બહાર જવાનો આદેશ આપ્યો હતો. આદેશ મળતા મુલવાને રૂમની બહાર નીકળી ગયા હતા અને ફરીથી ઇન્ટરવ્યૂ શરૂ થયું હતું.


ટ્રમ્પનો આ ઇન્ટરવ્યૂ રવિવારે ટીવી ચેનલ પર પ્રસારિત પણ થયું હતું. આ ઇન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, પોતાની ચૂંટણી અને મુએલર ઇન્વેસ્ટિગેશન સહિત અનેક મામલાને લઇને જવાબ આપ્યો હતો. ટ્રમ્પે પોતાની ચૂંટણીમાં રશિયાની મદદ લેવાના આરોપોનો ઇનકાર કરતા કહ્યું, આ ખોટું છે અને આ તમામ મીડિયાએ ફેલાવ્યું છે.

આ દરમિયાન મિકને ઉધરસ આવતા વિફરેલા ટ્રમ્પે કહ્યું કે, તમે જાણો છો કે મને આ પસંદ નથી. હું આ પસંદ નથી કરતો. તું  જાણે છે કે હું આ લાઇક નથી કરતો. ત્યારબાદ ટ્રમ્પે મુલવાનેને કહ્યું કે, તમે રૂમની બહાર નીકળી જાવ.