Turkish Air Strike On Syria : તુર્કીની રાજધાની ઈસ્તંબુલમાં ઈસ્તિકલાલ એવન્યુ પર થયેલા હુમલાનો બદલો લેવા માટે તુર્કીએ 1 ડિસેમ્બરે ઉત્તરી સીરિયા અને ઈરાકમાં હવાઈ હુમલા શરૂ કર્યા હતા. વાસ્તવમાં 13 નવેમ્બરે ઈસ્તંબુલમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ હુમલામાં કુલ 6 લોકો માર્યા ગયા હતા અને 80 ઘાયલ થયા હતા. આ જ હુમલાનો જવાબ આપતા તુર્કીએ આ હવાઈ હુમલા શરૂ કર્યા છે.


આ હુમલા પાછળ તુર્કી પ્રતિબંધિત કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટી (PKK) ને દોષી ઠેરવે છે  અને દાવો કરે છે કે સીરિયા અને ઇરાકમાં PKK જવાબદાર છે. અમેરિકા અને રશિયાએ ગ્રાઉન્ડ એક્શન સામે ચેતવણી આપી છે.


અગાઉ પણ હુમલા થયા છે


આ પહેલા પણ 20 નવેમ્બરે તુર્કીએ ઉત્તરી સીરિયાના અનેક શહેરોમાં બોમ્બમારો કર્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર, તુર્કીની રાજધાની ઇસ્તંબુલમાં થયેલા ઘાતક બોમ્બ વિસ્ફોટ માટે કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટી (PKK)ને જવાબદાર ઠેરવવામાં આવ્યાના થોડા દિવસો બાદ આ હુમલા થયા છે. તુર્કીએ મંગળવારે જણાવ્યું હતું કે તેણે ગ્રુપ વિરુદ્ધ ક્રોસ બોર્ડર ઓપરેશન પૂર્ણ કર્યા પછી ઉત્તર સીરિયામાં લક્ષ્યનો પીછો કરવાની યોજના બનાવી છે.


SDF એ ઇનકાર કર્યો હતો


સીરિયન ડેમોક્રેટિક ફોર્સીસના પ્રવક્તા ફરહાદ શમીએ જણાવ્યું હતું કે ISISને હરાવી ચૂકેલા શહેર પર કબજે કરાયેલા તુર્કીના વિમાનો દ્વારા બોમ્બમારો કરવામાં આવ્યો હતો. PKK અને SDF એ ઈસ્તંબુલ હુમલામાં કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો છે, જેમાં છ લોકો માર્યા ગયા હતા અને 80 ઘાયલ થયા હતા.


ભારતે પણ જવાબ આપ્યો હતો


આ ઘટના પર ભારતે પણ પ્રતિક્રિયા આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ભારત ઈસ્તંબુલમાં વિસ્ફોટમાં થયેલા દુ:ખદ જાનહાનિ પર તુર્કીની સરકાર અને લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે. અમારી સંવેદના ઘાયલ લોકો સાથે પણ છે. અમે તેને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરીએ છીએ.


New Zealand-Finland PM: રિપોર્ટરે કર્યો એવો વિચિત્ર સવાલ કે બે દેશોની મહિલા વડાપ્રધાનો પણ ભોંઠી પડી


Sanna Marin New Zealand Visit:ફિનલેન્ડના કોઈ વડાપ્રધાન ન્યુઝીલેન્ડની મુલાકાતે ગયા હોય અને ત્યાંની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપવામાં આવેલા સવાલોના જવાબો આપ્યા હોય તેવું આવું પહેલીવાર બન્યું હતું. આ સવાલોના જવાનો વાયરલ થયા હતાં. PM જેસિન્ડા આર્ડર્ન કે જેઓ 2017થી ન્યૂઝીલેન્ડની કમાન સંભાળી રહ્યા છે તેમણે ઓકલેન્ડમાં ફિનલેન્ડના PM સન્ના મરીનનું સ્વાગત કર્યું હતુંએક સંયુક્ત નિવેદનમાં બંને મહિલા વડા પ્રધાનોએ કહ્યું હતું કે, તેઓએ યુક્રેનની સાર્વભૌમત્વ, જળવાયુ પરિવર્તન અને ઈરાનમાં છોકરીઓ અને મહિલાઓને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પરંતુ બંને મહિલા નેતાઓ ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા હતા જ્યારે એક પત્રકારે તેમને કહ્યું હતું કે, કદાચ તેઓ એકબીજાને એટલા માટે મળી રહ્યાં છે કારણ કે, તેઓ એક જ ઉંમરના છે. આર્ડર્ને કહ્યું હતું કે, રાજકારણમાં પુરુષોની સંખ્યા વધુ છે. આ એક હકીકત છે. પરંતુ બે નેતાઓની મુલાકાત થવી એનું કારણ એ નથી કે તે બંન્ને મહિલાઓ છે