Drone Crashes in Russia: આજે (26 ઓગસ્ટ) યૂક્રેને રશિયામાં 38 માળની હાઈરાઈઝ ઈમારત પર ડ્રૉન વડે હુમલો કર્યો હતો. યૂક્રેનિયન ડ્રૉન સીધું બિલ્ડિંગમાં ઘૂસી ગયું હતું. ડ્રૉન ક્રેશ થવાથી ઓછામાં ઓછા 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના સેરાટોવ શહેરની સૌથી ઊંચી 38 માળની ઇમારત વૉલ્ગા સ્કાયમાં બની હતી. તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો અનુસાર, એક ડ્રૉન ઉડતું જોવા મળી રહ્યું છે, તે સીધું 38 માળની હાઈરાઈઝ ઈમારતમાં ઘૂસી ગયું અને આગ લાગી. બિલ્ડિંગના કાચ તૂટવાને કારણે નીચે પાર્ક કરેલા 20થી વધુ વાહનોને પણ નુકસાન થયું હતું.


યૂક્રેને કર્યો ડ્રૉનથી હુમલો 
મૉસ્કોના દક્ષિણ-પૂર્વ ક્ષેત્રના ગવર્નરે જણાવ્યું હતું કે યૂક્રેનએ સોમવારે રશિયાના સારાટોવ ક્ષેત્રના બે મોટા શહેરોમાં અનેક ડ્રૉન હુમલા કર્યા હતા. જેમાં એક મહિલા સહિત બે લોકો ઘાયલ થયા હતા અને એક મકાનને નુકસાન થયું હતું. પ્રાદેશિક ગવર્નર રૉમન બસુરગિને ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે રશિયન એર ડિફેન્સ સિસ્ટમ્સે યૂક્રેનિયન ડ્રૉનને તોડી પાડ્યું હતું, જેના કાટમાળથી સારાટોવ શહેરમાં રહેણાંક સંકુલને નુકસાન થયું હતું.


9/11 આતંકી હુમલાની અપાવી દીધી યાદ 
અમેરિકામાં 11 સપ્ટેમ્બર 2001ના રોજ 9/11નો આતંકી હુમલો થયો હતો. અમેરિકાના ઈતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો આતંકવાદી હુમલો માનવામાં આવે છે. આ હુમલામાં ગગનચુંબી ઇમારતોને નિશાન બનાવવામાં આવી હતી, જેમાં 3000 લોકો માર્યા ગયા હતા. આજે રશિયામાં પણ એક બિલ્ડિંગ પર આવા જ ડ્રૉન હુમલાએ 9/11ના હુમલાની યાદ અપાવી દીધી. અમેરિકામાં અલ કાયદાના આતંકવાદીઓએ 4 પ્લેન હાઇજેક કરીને અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પેન્ટાગોનમાં તોડી પાડ્યા હતા.


એક મહિલાને હૉસ્પિટલમાં કરાવાઇ ભરતી 
પ્રાદેશિક ગવર્નર રૉમન બસુરગિને જણાવ્યું હતું કે એક મહિલાને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ વખતે યૂક્રેનની સેનાએ રશિયાના સારાટોવમાં સૌથી ઉંચી ઈમારતને નિશાન બનાવી અને ડ્રૉન ઉડાવી દીધા. યૂક્રેનની સેનાનું ડ્રૉન સેરાટોવમાં રહેણાંક મકાનને અથડાવ્યું. આ હુમલામાં અડધી ઈમારતને નુકસાન થયું હતું અને આ હુમલામાં એક મહિલા ખરાબ રીતે ઘાયલ થઈ હતી. મહિલાની સારવાર ચાલુ છે અને ડૉકટરો તેનો જીવ બચાવવા પ્રયાસ કરી રહ્યા છે.


આ પણ વાંચો


War: રશિયા પર યૂક્રેનનો અત્યાર સુધીનો મોટો હુમલો, 10 ડ્રૉનથી રાજધાની મૉસ્કોમાં કર્યો એટેક, મચી ગયો હડકંપ