Ukraine Russia War: રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું છે. યૂક્રેનની સેનાએ રશિયાના ઘણા વિસ્તારો પણ કબજે કર્યા છે. હવે સમાચાર આવ્યા છે કે યૂક્રેને રશિયાની રાજધાની મૉસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. બુધવારે યૂક્રેનથી મૉસ્કો પર અનેક ડ્રૉન છોડવામાં આવ્યા હતા. જો કે, રશિયન સેનાએ તેને તોડી પાડ્યા હતા. રશિયન સેનાએ કહ્યું કે સેનાએ યૂક્રેનના 11 ડ્રૉન તોડી પાડ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2022 માં યૂક્રેનમાં યુદ્ધ શરૂ થયા પછી રાજધાની પર આ સૌથી મોટો ડ્રૉન હુમલો હતો.


'અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો' 
રૉઇટર્સના અહેવાલ મુજબ, મૉસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને જણાવ્યું હતું કે પોડોલ્સ્ક શહેરની ઉપર કેટલાક ડ્રૉનનો નાશ કરવામાં આવ્યો હતો. મોસ્કો ક્ષેત્રમાં આવેલું આ શહેર ક્રેમલિનથી લગભગ 38 કિલોમીટર દક્ષિણમાં છે. સોબ્યાનિને બુધવારે વહેલી સવારે ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે ડ્રૉનનો ઉપયોગ કરીને મોસ્કો પર હુમલો કરવાનો આ અત્યાર સુધીનો સૌથી મોટો પ્રયાસ છે. સોબ્યાનિને જણાવ્યું હતું કે પ્રારંભિક માહિતી અનુસાર, હુમલા પછી કોઈ ઇજાઓ અથવા નુકસાનના અહેવાલો નથી. રશિયાના દક્ષિણ-પશ્ચિમમાં બ્રાયનસ્કમાં થયેલા હુમલા બાદ કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.


રક્ષા દળોએ મિસાઇલને પણ કરી નષ્ટ 
રશિયાની રાજ્ય સમાચાર એજન્સી આરઆઈએએ જણાવ્યું હતું કે ઉત્તરમાં મૉસ્કો ક્ષેત્રની સરહદે આવેલા તુલા ક્ષેત્રમાં બે ડ્રૉનનો નાશ કરવામાં આવ્યો હતો. રશિયાના દક્ષિણપશ્ચિમમાં રૉસ્ટોવ ક્ષેત્રના ગવર્નર વેસિલી ગોલુબેવે જણાવ્યું હતું કે હવાઈ સંરક્ષણ દળોએ યૂક્રેનિયન મિસાઈલને પણ નષ્ટ કરી હતી, જેમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. યૂક્રેનની સૈન્યએ બુધવારે કહ્યું કે તેણે રોસ્ટોવ ક્ષેત્રમાં રાત્રે S-300 એન્ટી એરક્રાફ્ટ મિસાઇલ સિસ્ટમ પર હુમલો કર્યો.


આ પણ વાંચો


Iran-Israel: ઇઝરાયેલ સાથે યુદ્ધમાં કેમ નથી ઉતરતું ઇરાન ? સામે આવ્યું મોટુ કારણ, આ 'ત્રણ પડકારો'થી બંધાયેલું છે ઇરાન


Covid-19 US: અમેરિકામાં કોરોનાની રિએન્ટ્રી, ગટરના પાણીથી ફેલાઇ રહ્યો છે નવો કૉવિડ, હૉસ્પિટલોમાં ચાર ગણા દર્દીઓ...