Russia Ukraine War: યુક્રેનમાં રશિયન સેનાના હુમલાનો આજે નવમો દિવસ છે. આ દરમિયાન ટાઈમ્સ ઓફ લંડનના એક અહેવાલમાં મોટો ખુલાસો થયો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે યુદ્ધ શરૂ થયાના એક અઠવાડિયાની અંદર યુક્રેનના રાષ્ટ્રપતિ volodymyr zelenskyની હત્યાના ત્રણ વખત પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.


રિપોર્ટ અનુસાર, volodymyr zelenskyની  હત્યાનો પ્રયાસ નિષ્ફળ ગયો કારણ કે યુદ્ધનો વિરોધ કરતા રશિયનોએ યુક્રેનના સરકારી અધિકારીઓને હુમલાઓ વિશે ગુપ્ત માહિતી આપી હતી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટલાક રશિયન જાસૂસો નથી ઈચ્છતા કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની યોજના સફળ થાય. આ કારણે આ જાસૂસોએ યુક્રેનિયન સત્તાવાળાઓને ઝેલેન્સકીની હત્યાની સમગ્ર યોજના વિશેની જાણકારી આપી દીધી હતી.


આ અગાઉ ડેઇલી મેઇલના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઝેલેન્સકીને મારવા માટે આફ્રિકાથી 400 થી વધુ રશિયન ભાડૂતી સૈનિકોને યુક્રેન મોકલવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પુતિને ઝેલેન્સ્કી અને અન્ય 23 સરકારી અધિકારીઓની હત્યા કરવા માટે વેગનર ગ્રૂપ નામના ખાનગી મિલિશિયાને યુક્રેન મોકલ્યા છે. આ યોજના મોસ્કોએ તેના પાડોશી દેશ પર કબજો કરવાના ઇરાદા સાથે બનાવી હતી.


Virat Kohli Test Runs: 'કિંગ કોહલી'ના નામે નોંધાયો આ મોટો વર્લ્ડ રેકોર્ડ, આમ કરનાર છઠ્ઠો ભારતીય બેટ્સમેન બન્યો


આ છે Viના 100 રૂપિયાથી સસ્તાં 4G ડેટા વાઉચર્સ, જાણો સૌથી સસ્તુ કયુ છે ને કેટલો મળે છે ડેટા......


1280 રૂપિયાની અરજીના બદલામાં બેરોજગારોને મળી રહી છે સરકારી નોકરી! જાણો મોદી સરકારે શું કહ્યું.....


હવાઈ મુસાફરી થઈ મોંઘી, એર ઈન્ડિયા સહિત તમામ એરલાઈન્સે ઈકોનોમી ટિકિટના દરમાં 40 થી 50%નો વધારો કર્યો