Russia-Ukraine War: રશિયા સાથે યુદ્ધમાં ઘેરાયેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્ડોમીર ઝેલેન્સકીએ કહ્યું છે કે, અમે રશિયા સાથે શાંતિ મંત્રણા કરવા માટે તૈયાર છીએ પરંતુ બેલારુસમાં આ શાંતિ મંત્રણા ના થવી જોઈએ. પોતોના આ નિવેદન અંગેનું કારણ આપતાં ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે, અમારા પાડોશી દેશ બેલારુસનો ઉપયોગ રશિયાએ યુદ્ધના લોન્ચ પેડ તરીકે કર્યો છે.
એસોસિયેટેડ પ્રેસ (AP)ના એક રિપોર્ટ પ્રમાણે ઝેલેન્સકીએ એક વીડિયો સંદેશમાં શાંતિ મંત્રણા માટે બીજા દેશોના સ્થળોનો વિકલ્પ આપ્યો છે. વર્સાવ, બ્રાટિસલાવા, ઈસ્તાનબુલ, બુડાપેસ્ટ અથવા બાકુ જેવા સ્થળના નામ જણાવ્યા છે. ઝેલેન્સકીએ કહ્યું કે, આ સ્થળો પર યુક્રેન શાંતિ મંત્રણા કરવા તૈયાર છે પરંતુ એ સ્પષ્ટ છે કે, રશિયાએ જણાવેલા સ્થળો પર યુક્રેન શાંતિ મંત્રણા કરવા તૈયાર નથી.
આ પહેલાં ક્રેમલીનના પ્રવક્તા ડિમેત્રી પેસકોવે કહ્યું હતું કે, રશિયન ડેલીગેશન યુક્રેનના અધિકારીઓ સાથે વાતચીત કરવા માટે બેલારુસના હોમેલ શહેરમાં પહોંચ્યું છે. આ ડેલીગેશનમાં મીલીટરી અધિકારીઓ અને ડિપ્લોમેટ્સનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, યુક્રેન માને છે કે, બેલારુસએ રશિયાનો પાડોશી દેશ છે અને તે રશિયાનું સમર્થન કરે છે. આ સાથે જ હાલના યુદ્ધમાં રશિયાએ બેલારુસ બોર્ડર તરફથી પણ યુક્રેન પર હુમલાઓ કરવામાં આવ્યા હોવાના પણ અહેવાલ છે. જેને લઈને યુક્રેનના રાષ્ટ્રપતિએ બેલારુસ સિવાય અન્ય દેશોમાં શાંતિ મંત્રણા કરવાનો પ્રસ્તાવ મુક્યો છે.
આ પણ વાંચોઃ
Russia-Ukraine War: રશિયા સામે યુક્રેનને મજબૂત કરવા લાગ્યા અમેરિકા-યુરોપના દેશો, જાણો ક્યા દેશે યુક્રેનને કઇ આપી મદદ?
Russia Ukraine War: રશિયાને આર્થિક ફટકો આપવા પ્રયત્ન કરી રહેલા અમેરિકાનું હથિયાર SWIFT શું છે?
યુક્રેનમાં યુદ્ધના કારણે બેઘર લોકોની મદદે ઇસ્કોન, મંદિરમાં લોકો માટે જમવાની કરી વ્યવસ્થા