કીવઃ યુક્રેનના ચેર્નિહાઇવ વિસ્તારમાં પોલીસે રશિયન ટેન્કોના કાફલાને રોક્યો છે. યુક્રેનમાં રશિયન સેના હવે ખાર્કીવની સાથે સાથે કિવમાં પણ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર, રશિયન સૈનિકો યુક્રેનના ખાર્કિવમાં પ્રવેશ્યા છે. ત્યાં તેઓએ સૈન્ય મથકો અને એરપોર્ટ પર કબજો કરી લીધો છે. રશિયન સેના હવે યુક્રેનની રાજધાની કિવને કબજે કરવાની તૈયારી કરી રહી છે.






વાસ્તવમાં રશિયા હવે યુક્રેન સાથે વાતચીત કરવા માટે સહમત થઈ ગયું છે. રશિયન ન્યૂઝ એજન્સી અનુસાર,રશિયાએ કહ્યું છે કે તે બેલારુસમાં યુક્રેન સાથે વાતચીત માટે તૈયાર છે.એક રિપોર્ટ અનુસાર રશિયન સેના કિવથી માત્ર 20 કિમી દૂર સ્થિત બુકા શહેરમાં ઘૂસી ગઈ છે.યુક્રેનના એક અધિકારીએ એક નિવેદનમાં કહ્યું કે રશિયન સૈનિકો હવે ખાર્કિવમાં રસ્તાઓ પર આવી ગયા છે. રશિયન દળો યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં ઘૂસી ગયા છે. યુક્રેને કહ્યું કે રશિયાએ પરમાણુ કચરા પર હુમલો કર્યો છે. જો કે, આનાથી મોટો કોઈ ખતરો નથી.


રશિયા સામે વધુ પ્રતિબંધો લાદવા માટે જાપાને G7 દેશો સાથે સંકલન કરશે. જાપાનના વિદેશ મંત્રીએ આ વાત કરી હતી. અમેરિકા  બ્રિટન, યુરોપ અને કેનેડાએ રશિયા સામે પ્રતિબંધો વધાર્યા છે.અને તેને સ્વિફ્ટમાંથી બાકાત રાખ્યો છે. રશિયન હુમલા બાદ યુક્રેનિયન શહેર વાસિલ્કિવમાં તેલના ડેપોમાં આગ ફાટી નીકળી હતી. યુક્રેને રશિયા અને બેલારુસ સાથેની તેની સરહદો બંધ કરી દીધી છે.


 


તંજાનિયાના સોશિયલ મીડિયા સ્ટાર ભાઈ-બહેને PM મોદીને પ્રભાવિત કર્યા, જાણો PM મોદીએ શું કહ્યું


Russia Ukraine War: યુક્રેનમાં ત્રિરંગો બન્યો ભારતીયોનો સુરક્ષા કવચ, ત્રિરંગો જોઈ રશિયન સેના કરે છે મદદ


Mahashivratri 2022:મહાશિવરાત્રીના અવસરે, ઇચ્છાપૂર્તિ માટે કરો આ સિદ્ધ સચોટ અચૂક ઉપાય કરવાનું ન ભૂલશો, મનોરથ થશે પૂર્ણ


જો આપ હોસ્પિટલના ICUમાં લઇ જાવ છો મોબાઇલ તો સાવધાન, થઇ શકે છે આ નુકસાન