રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 38મો દિવસ છે. આ 38 દિવસમાં રશિયાએ સતત હુમલા કરીને યુક્રેનના ઘણા મોટા શહેરોને સંપૂર્ણપણે તબાહ કરી દીધા છે. એક મહિનાથી વધુ સમય સુધી લડાઈ લડ્યા બાદ પણ યુક્રેનની સેના હાર માની લેવા તૈયાર નથી.


બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધે વિશ્વભરના રાજકારણીઓને ચિંતામાં મૂકી દીધા છે. આ યુદ્ધમાં ઘણા લોકો માર્યા ગયા છે. ઘણા લોકો તેમના ઘર છોડીને પાડોશી દેશોમાં સ્થળાંતર કરી રહ્યા છે. દરમિયાન અમેરિકાએ દાવો કર્યો છે કે રશિયન સેનાએ ચેર્નોબિલમાંથી બહાર નીકળવાનું શરૂ કરી દીધું છે.


યુરોપિયન સંસદના પ્રમુખ રોબર્ટા મેત્સોલા યુક્રેનનો પ્રવાસ કર્યો અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. તેમની મુલાકાતનું યુક્રેનના નેતાએ સ્વાગત કર્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ટિપ્પણી કરી હતી કે તમે બહાદુરી બતાવી છે કારણ કે આ સમયે યુક્રેન આવવું એક સાહસિક કાર્ય છે. અલબત્ત અમે યુક્રેનનું રક્ષણ કરી રહ્યા છીએ કારણ કે તે અમારો દેશ અને આપણું જીવન છે પરંતુ તમારા માટે અહીં આવવું અને અમારા લોકોને સમર્થન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.


અમેરિકા 300 મિલિયન ડોલર કરશે


એક મીડિયા અહેવાલ મુજબ, યુએસ સંરક્ષણ વિભાગ યુક્રેનને વધારાની $300 મિલિયન સુરક્ષા સહાય આપશે, જેમાં લેસર-ગાઇડેડ રોકેટ સિસ્ટમ્સ, ડ્રોન અને કોમર્શિયલ સેટેલાઇટ ઇમેજરી સેવાઓનો સમાવેશ થાય છે.


 


 


જ્હાન્વી કપૂર અને વરુણ ધવન પહેલીવાર કરશે રોમાન્સ, જાણો કઇ ફિલ્મ માટે બન્ને તૈયાર થયા.......


RR vs MI: સચિન સાથે ફોટો પડાવવા રાજસ્થાનના ખેલાડીઓ ઉમટ્યા, પગે પણ લાગ્યા, જુઓ વીડિયોમાં ખેલાડીઓનો ઉત્સાહ


'બાહુબલી'ની રીતથી હાથી પર ચઢતા મહાવતનો વીડિયો વાયરલ, લોકોએ કહ્યું, આ 'અસલી બાહુબલી', જુઓ વીડિયો


GST Collection: માર્ચમાં GST થી સરકારને બમ્પર કમાણી, રેકોર્ડ 1.42 લાખ કરોડ રુપિયા રહ્યું ટેક્સ કલેક્શન