સના: સંયુક્ત રાષ્ટ્રના મતે, શનિવારે યમનમાં થયેલા હવાઈ હુમલામાં 140 લોકો માર્યા ગયો છે અને 525 લોકો ઘાયલ થયો છે. સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીએ જણાવ્યું કે આ લોકો એક અંત્યેષ્ટિ કાર્યક્રમ માટે ભેગા થયા હતા. હુમલો સઉદી અરબના નેતૃત્વવાળા જૂથે કર્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રના હ્યુમનિટેરિયન કૉ-ઑર્ડિનેટર જેમી મેકગોલ્ડ્રિકે કહ્યું કે. અંત્યેષ્ટિ માટે ભેગા થયેલા કર્મચારીઓને સનામાં થયેલા હુમલાથી ઘણો આઘાત લાગ્યો છે અને તે ઘણા ગુસ્સામાં છે.
140 લોકોનો મરવાનો આંકડો શરૂઆતમાં હેલ્થ રિપોર્ટના આધાર પર જાહેર કરવામાં આવ્યો હતો. યૂએનની ઘટનાની તપાસ માટે તાત્કાલિક આદેશ આપ્યા છે અને કહ્યું છે કે ઈંટરનેશનલ કોમ્યુનિટી એ સુનિશ્ચિત કરવું જોઈએ, કે કોઈ સામાન્ય નાગરિકનું મોત ન થાય. સઉદી અરબના નેતૃત્વવાળા જૂથે એપ્રિલ 2015માં યમનની રાજધાની સનામાં હાજર હથી વિદ્રોહિયો વિરુદ્ધ હવાઈ હુમલો કરવાનો નિર્ણય કર્યો હતો.