હોંગકોંગઃ સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. ત્યારે હોંગકોંગ યૂનિવર્સિટીના સંશોધકોએ દાવો કર્યો છે કે, આંખો દ્વારા કોરોના વાયરસ ફેલાવાવનં જોખમ સૌથી વધારે છે. તેમનો દાવો છે કે, સાર્સની તુલનામાં કોરોના વાયરસ આંખોથી 100 ગણો વધારે ફેલાઈ શકે છે.

હોંગકોંગ યૂનિવર્સિટીમાં સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ડો. માઇકલ ચાન ચી-વાઈના નિવૃત્વવાળી ટીમને વિશ્વભરમાં સૌથી પહેલા તેના પૂરાવા આપ્યા છે કે કોરોના વાયરસ વ્યક્તિમાં બે જગ્યાએથી પ્રવેશ કરી શકે છે. રિસર્ચરનો આ રિપ્રોટ ધ લાન્સ રેસ્પિરેટરી મેડિસનમાં પબ્લિશ થયો છે. ડો. માઇકલ ચાને કહ્યું, ‘અમને અમારા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, SARS-Cov-2 વ્યક્તિની આંખો અને હવા દ્વારા સાર્સની તુલનામાં સંક્રમિત કરવામાં વધારે કુશળ છે. તેમાં વાયરસનું સ્તર લગભગ 80થી 100 ગણું વધારે છે.’

એટલા માટે જ લોકોને સતત સલાહ આપવામાં આવી રહી છે કે કોરોના સંક્રમણથી બચાવ માટે પોતાની આંખોને ન અડવી અને નિયમિત રીતે હાથ ધોવા. યૂનિવર્સિટીના સંશોધકોને પહેલા જાણવા મળ્યું હતું કે, કોરોના વાયરસ સ્ટેનલેસ સ્ટીલ પર અને પ્લાસ્ટિક પર સાત દિવસ સુધી જીવિત રહી શકે છે.

ડો. ચાને કહ્યું, ‘કોવિડ-19 મહામારી હોંગકોંગમાં હવે સ્થિર થઈ રહી છે, પરંતુ દુનિયાના ઘણાં એવા દેશો છે જ્યાં સ્થિતિ હજુ પણ ગંભીર છે. રશિયા અને યૂરોપમાં હજુ પણ દરરોજ અનેક નવા કેસ સામે આવી રહ્યા છે. આપણે હજુ પણ બચાવની જરૂરત છે.’