નવી દિલ્હીઃ કાશ્મીર મુદ્દે પાકિસ્તાન બરોબરનું ભેરવાઈ ગયું છે. તેને ખબર નથી કે આગળ હવે કરવું શું. વૈશ્વિકસ્તરે આર્ટિકલ 370નો મુદ્દે ઉઠાવ્યો પણ ક્યાંય કોઈએ સાંભળ્યું નહીં. યૂએએનમાં લગભગ તમામ દેશોએ આ મામલે દખલ દેવાની ના પાડી દીધી. હવે માત્ર ચીન જ છે જે પાકિસ્તાનનું સાંભળી રહ્યું છે. ચીન પણ દબાણવશ થઈને આ બધું કરી રહ્યું છે કારણ કે પાકિસ્તાનમાં ચીનનું જંગી રોકાણ છે.

ચીનની માગ બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠક યોજાઈ હતી. આ ઉપરાંત પાકિસ્તાને પણ બે દિવસ પહેલા આ મુદ્દે ઇમરજન્સી બેઠક બોલાવવાની માંગ કરી હતી. ડિપ્લોમેટ્સ મુજબ આ બેઠક બંધ ધારણે થશે. સુરક્ષા પરિષદના હાલના અધ્યક્ષ પોલેન્ડે આ મુદ્દે ચર્ચા કરવા માટે ભારતીય સમયાનુંસાર સવારે 7:30 વાગ્યાનો સમય નક્કી કર્યો હતો.

કુલ 10 અસ્થાયી દેશોમાં એકમાત્ર પોલેન્ડ જ એક એવુ રાષ્ટ્ર છે જેને પાકિસ્તાનનો પક્ષ લીધો હતો. જો એ પણ તેની રાજનૈતિક મજબુરી છે. તે ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ વિવાદમાં હંમેશા અળગુ જ રહ્યું છે પરંતુ પોલેન્ડ હાલ UNSCનું રોટેટિંગ પ્રેસિડેંટ છે, માટે તેને પાકિસ્તાન સાથે બેસવુ એજ એકમાત્ર વિકલ્પ છે. પરંતુ તેનો એ અર્થ બિલકુલ પણ નથી કે કાશ્મીર મુદ્દે પોલેન્ડ પાકિસ્તાનની પડખે છે. તે કોઈ રાષ્ટ્ર સાથે નથી પરંતુ અસ્થાયી દેશો તરફથી બેઠકની યજમાની કરી રહ્યો છે.

આજે યોજાયેલી આ બેઠકમાં સ્થાયી સભ્ય દેશોમાં ચીનને બાદ કરતા બાકીના તમામ દેશ ફ્રાંસ, રશિયા, અમેરિકા અન્ને બ્રિટને પાકિસ્તાનને જાકારો આપ્યો છે. તેમનું સ્પષ્ટ કહેવું છે કે, કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાનની આંતરીક બાબત છે, માટે તેને બંને દેશોએ સાથે મળીને જ ઉકેલવો જોઈએ. કોઈ ત્રીજા પક્ષે તેમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કુલ 15 સભ્યો છે. જેમાં 5 સ્થાયી અને 10 અસ્થાઈ છે. અસ્થાઈએ દેશોનો કાર્યકાળ માત્ર થોડા વર્ષો જ હોય છે જ્યારે સ્થાયી દેશો હંમેશા યથાવત રહે છે. સ્થાયી સભ્યોમાં અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાંસ અને રશિયા શામેલ છે. જ્યારે અસ્થાઈ દેશોમાં બેલ્જિયમ, કોટ ડીવોએર, ડોમિનિક રિપબ્લિક,, ઈક્વેટોરિયલ ગુએની, જર્મનીએ, ઈન્ડોનેશિયા, કુવૈત, પેરૂ, પોલેન્ડ અને સાઉથ આફ્રિકા છે.