મિશીગનઃ વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસનું સંક્રમણ અટકવાનું નામ જ નથી લઈ રહ્યું, કોરોનાની સૌથી વધારે અસર મહાસત્તા અમેરિકામાં છે. અહીંયા સવા કરોડથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને અઢી લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન અમેરિકાના મિશીગનમાં એક અનોખી સ્ટોરી સામે આવી છે.


મિશીગનના એક કપલને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જેના કારણે તેમના મોત થયા હતા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ કપલનું એક જ દિવસે અને એક જ સમયે થયું હતું. આ કપલના લગ્ન 47 વર્ષ પહેલા થયા હતા. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતાં હતા.

મેટ્રો ન્યૂઝ પ્રમાણે, બંનેના મોતમાં થોડી જ સેંકડનું અંતર હતું. પતિ પેટરીશિયા મેકવાટર્સની ઉંમર 78 વર્ષ અને તેની પત્ની લૈસીની વય 75 વર્ષ હતી. બંનેના લગ્ન 1973માં થયા હતા. પરિવારજનોના કહેવા મુજબ, બંનેએ જિંદગીનો સારો અને ખરાબ તબક્કો સાથે પસાર કર્યો હતો અને દુનિયામાંથી વિદાય પણ એકસાથે લીધી.

તેમની પુત્રી જોન્ના સિસ્કના કહેવા મુજબ, બંનેને કોરોના એક સાથે થયો હતો અને સાથે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બંનેએ સાથે જ પ્રાણ ગુમાવ્યા હતા. મારા માતા-પિતા રોમિયો અને જુલિયટ જેવા હતા. જો બંનેમાંથી કોઈ એકને કંઈ થતું તો બીજાનો જીવી ઉંચો થઈ જતો હતો.

 ડોમેસ્ટિક ફ્લાઇટ હવે કેટલા ટકા પેસેન્જર ક્ષમતા સાથે ભરી શકશે ઉડાન ? જાણો વિગત

આવતીકાલથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે T-20 શ્રેણી, જાણો કેટલા વાગે  કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ

Covid-19 Vaccine: કોરોના સામે રક્ષણ મેળવવા રસીના એક ડોઝ માટે કેટલી રકમ ચૂકવવી પડશે ? જાણો વિગતે