વોશિંગ્ટનઃ અમેરિકા ચૂંટણીમાં મત ગણતરી ચાલુ છે, પરંતુ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઇડેને એક રેકોર્ડ બનાવી લીધો છે. અમેરિકાના ઇતિહાસમાં સૌથી વધારે વોટ મેળવનારા તેઓ પ્રથમ ઉમેદવાર બની ગયા છે. તેમણે બરાક ઓબામાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. 2008માં અમેરિકાની ચૂંટણીમાં ઓબામાને 69,498,516 વોટ મળ્યા હતા. ઓબામા શાસનકાળમાં ઉપ રાષ્ટરપતિ રહી ચુકેલા બાઇડેને અત્યાર સુધીમાં 69,589,840 વોટ મળ્યા છે. હજુ લાખો વોટની ગણતરી બાકી છે.


અમેરિકા ચૂંટણીમાં પોપ્યુલર વોટ મેળવનારા ઉમેદવાર જ રાષ્ટ્રપતિ બને તેવું નથી. ચૂંટણી જીતવા માટે 270 કે તેથી વધુ ઇલેક્ટ્રોરલ વોટ હાંસલ કરવા પડે છે. અત્યાર સુધીમાં બાઇડેનને 264 અને ટ્રમ્પને 214 વોટ મળ્યા છે. અમેરિકામાં કુલ 50 રાજ્ય છે. તેમાંથી 22 રાજ્યોમાં ટ્રમ્પે જીત મેળવી છે અને 20 રાજ્યોમાં બાઇડેનની જીત થઈ છે. જ્યારે આઠ રાજ્યોના પરિણામ હજુ જાહેર થયા નથી. જે રાજ્યોના પરિણામ જાહેર થયા નથી ત્યાં કુલ ઇલેક્ટોરલ વોટ્સની સંખ્યા 77 છે. ટ્રમ્પ અને બાઇડેનનું ભવિષ્ય આ રાજ્યો પર ટક્યું છે.

ટ્રમ્પે ઈદાહો, લોવા, ફ્લોરિડા, સાઉથ ડકોટા, મિસૌરી, લુઈસિયાના, નેબ્રાસ્કા, નોર્થ ડકોટા, અરકાંસસ, અલબામા, મિસિસિપી, મોનટાના, ઓહિયો, ઓકલાહોમા, ટેનેસી, કેંટકી, વેસ્ટ વર્જીનીયા, વ્યોમિંગ, ટેક્સાસ, સાઉથ કેરોલિના, ઈન્ડિયાના, ઉતાહ અને વિયોમિંગમાં જીત મેળવી છે.

બાઇડેને વેસ્ટ વર્જિનિયા, વોશિંગ્ટન, કેલિફોર્નિયા, કોલોરોડા, ન્યૂ હેમ્પશાયર,ડિસ્ટ્રીક્ટ ઓફ કોલંબિયા, ન્યૂયોર્ક, ન્યૂ મેક્સિકો, વર્મોંટ, કનેક્ટિકટ, ડેલાવેયર, ઇલિનોઇસ, મેરીલેંડ, મેસાચુસેટ્સ, ન્યૂજર્સી, ટેનેસી ઓરેગન, વિસ્કોન્સિન, રોડ આઈલેંડ, વરમોંટ, હવાઇ, મિશિગન, મિનેસોટા અને રોડ આઇલેંડમાં જીત મેળવી છે.

US Elections Results: જાણો કેટલા રાજ્યના હજુ પરિણામ નથી થયા જાહેર, ટ્રમ્પ અને બાઈડેન ક્યાં ક્યાં જીત્યા

Virat Kohli Birthday Special: સૌથી સફળ ખેલડીઓમાં સામેલ વિરાટના નામે છે આ રેકોર્ડ, જાણો વિગત