US Iran Conflict: અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે યુદ્ધની અણી પર પહોંચી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી અને અત્યંત ખતરનાક ધમકી આપતા સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, અમેરિકા ઈરાનના નાગરિક માળખા અને પાવર પ્લાન્ટ્સ પર સીધો હુમલો કરી શકે છે. આટલું જ નહીં, વ્યૂહાત્મક રીતે મહત્વના ગણાતા ખાર્ગ ટાપુ પર કબજો જમાવવાનો પ્રયાસ પણ થઈ શકે છે. ટ્રમ્પની આ ચેતવણીએ મધ્ય પૂર્વના દેશોમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.
બુધવારે, 8 જુલાઈના રોજ અંકારામાં યોજાયેલી નાટો સમિટ દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથેની મુલાકાત પહેલાં જ ટ્રમ્પે આ વિસ્ફોટક નિવેદન આપ્યું હતું. હુમલાનો ઈશારો કરતા તેમણે કહ્યું, "અમે ગઈકાલે રાત્રે તેમના પર ખૂબ જ જોરદાર હુમલો કર્યો હતો, અને કદાચ આજે રાત્રે પણ અમે તેમના પર વધુ એક મોટો અને ભયાનક હુમલો કરીશું." ટ્રમ્પે ઈરાન પર મધ્ય પૂર્વમાં દાદાગીરી કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, હવે તેમની આ ગુંડાગીરી વધુ સમય નહીં ચાલે.
"આ લોકો પાગલ છે..." ટ્રમ્પે ઈરાની નેતાઓને લીધા આડેહાથ
વાટાઘાટોમાં ઈરાનના વારંવાર બદલાતા વલણથી સખત નારાજ ટ્રમ્પે ઈરાની નેતાઓ પર સીધો પ્રહાર કરતા તેમને 'પાગલ' ગણાવ્યા હતા. તેમણે કહ્યું, "આ લોકો પહેલાં બંધબારણે દરેક બાબતમાં સંમત થઈ જાય છે, અને પછી બહાર પ્રેસ કોન્ફરન્સમાં જઈને સાવ ફરી જાય છે અને કહે છે કે અમે તો આવી કોઈ વાત જ નથી કરી. આ લોકો પાગલ છે, તેમના મગજમાં કંઈક ગરબડ છે." આ સાથે જ ટ્રમ્પે સ્પષ્ટ જાહેરાત કરી દીધી કે ઈરાન સાથેનો યુદ્ધવિરામ કરાર હવે ખતમ થઈ ગયો છે અને તેઓ ભવિષ્યમાં તેહરાન સાથે કોઈપણ પ્રકારની શાંતિ વાટાઘાટો કરવા માંગતા નથી.
આ પણ વાંચોઃ હોર્મુઝ સ્ટ્રેટ પર ટોલ વિવાદ: ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી, કહ્યું- આવું થશે તો વાતચીત કાયમ માટે બંધ...
ઈરાને પણ આપ્યો જડબાતોડ જવાબ
એક તરફ અમેરિકા હુમલાની તૈયારીઓ દર્શાવી રહ્યું છે, તો બીજી તરફ ઈરાન પણ કોઈ કાળે ઝૂકવા તૈયાર નથી. ટ્રમ્પની આ આક્રમક ધમકીનો ઈરાને પણ જડબાતોડ અને લોહી ઉકાળી દે તેવો જવાબ આપ્યો છે. ઈરાનની વિદેશ નીતિ સમિતિના પ્રવક્તા ઈબ્રાહિમ રેઝાઈએ અમેરિકાને સીધો પડકાર ફેંકતા કહ્યું, "આવો, અમે તમારી જ રાહ જોઈ રહ્યા છીએ. અમે વચન આપીએ છીએ કે જો તમે હુમલો કર્યો, તો તમારો એક પણ અમેરિકન સૈનિક જીવતો પાછો નહીં ફરે."
આ પણ વાંચોઃ ટ્રમ્પની ધમકીથી ભડક્યું ઈરાન: ઝુરિચ શાંતિ વાટાઘાટો અધવચ્ચે છોડી પ્રતિનિધિમંડળ રવાના
