નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગણતંત્ર દિવસ પર ભારતના આમંત્રણને ઠુકરાવી દીધું છે. ટ્રમ્પને ભારત ન આવવા પાછળનું કારણ વ્યસ્તતા ગણાવી હતી. માનવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પનું સ્ટેટ ઓફ યુનિયનને સંબોધન મુખ્ય કારણ છે જે 22 જાન્યુઆરીથી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ વચ્ચે હોઇ શકે છે.


ટ્રમ્પનો આ નિર્ણય એવા સમયે આવ્યો જ્યારે અમેરિકા અને ભારતના સંબંધોમાં રશિયા પાસેથી હથિયારો ખરીદવાને લઇને તણાવ ચાલી રહ્યો છે. રશિયા સાથે ડિલ અગાઉ અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે ટ્રમ્પ 26 જાન્યુઆરીના રોજ ભારત આવી શકે છે પરંતુ બાદમાં અમેરિકાનું વલણ રહ્યુ છે તેનાથી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે ભારતનો પ્રવાસ રદ કરી શકે છે.

થોડા દિવસ અગાઉ વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ટ્રમ્પ ગણતંત્ર દિવસ પર આવશે કે નહી તેના પર હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ સારા સેન્ડર્સે કહ્યું હતું કે, ભારત તરફથી આમંત્રણ મળ્યું છે પરંતુ હું જાણતી નથી કે તેના પર કોઇ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હોય. આ અગાઉ 2015માં તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાની તમામ વ્યસ્તતાઓ વચ્ચે સમય કાઢીને રિપબ્લિક ડે પરેડમાં ચીફ ગેસ્ટ તરીકે ભારત આવ્યા હતા.