Donald Trump won President Election 2024: રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ પ્રમુખપદની ચૂંટણી જીતી લીધી અને હવે તેઓ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનશે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પની કેપ(cap)ની ખૂબ ચર્ચા થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી જીતવાની સાથે જ તેમની લાલ ટોપી પર જે લખ્યું છે તે સાચું થઈ ગયું છે. અમે તમને જણાવીએ કે ડોનાલ્ડ ટ્રમ્પની કેપ પર શું લખ્યું હતું, જે સાચું સાબિત થયું.
ડોનાલ્ડ ટ્રમ્પની ટોપી પર શું લખ્યું હતું?
હકીકતમાં, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા તેમની ચૂંટણી સભાઓ અને રેલીઓમાં લાલ ટોપી પહેરીને જોવા મળતા હતા. જેની જમણી બાજુ “45-47” લખેૉલું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ સિવાય તેમના સમર્થકો પણ 45-47 લખેલી કેપ પહેરેલા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે એક ચૂંટણી રેલી દરમિયાન તેમના પર જીવલેણ હુમલો થયો ત્યારે પણ ટ્રમ્પે આ જ કેપ પહેરી હતી.
45-47 નો અર્થ શું છે?
ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર લાલ ટોપી પહેરેલા જોવા મળતા હતા જેના પર 45-47 શબ્દો લખેલા હતા. તમને જણાવી દઈએ કે છેલ્લી વખત જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા હતા ત્યારે તેઓ અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ બન્યા હતા. તે જ સમયે, આ વખતે ચૂંટણી જીત્યા બાદ ટ્રમ્પ 47માં રાષ્ટ્રપતિ બનશે. તેમના સમર્થકો તેમને 47માં રાષ્ટ્રપતિ બનાવવા માંગતા હતા. આ કારણથી ટ્રમ્પની લાલ ટોપી પર 45-47 લખેલું હતું. આમાં 45 અંક ટ્રમ્પના જૂના કાર્યકાળ અને 47 અંક નવા કાર્યકાળ સાથે સંબંધિત છે.
45-47 અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું
ચૂંટણી પહેલા અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જીતાડવા માટે 45-47 નામનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ટ્રમ્પના સમર્થકો તેમને ફરીથી 47માં રાષ્ટ્રપતિ તરીકે જોવા માંગતા હતા. જેના માટે તેમના તમામ સમર્થકો પણ લાલ કેપ પહેરેલા જોવા મળ્યા હતા.
ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવારને હરાવ્યા
લાંબા ચૂંટણી પ્રચાર, રેલીઓ અને એકબીજા પર આરોપ-પ્રત્યારોપ બાદ રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં તેમના હરીફ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસને હરાવીને અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બન્યા છે.
આ પણ વાંચો...